જુઠ્ઠું પાકિસ્તાન, શીખ યુવતીના ભાઈએ કહ્યું-'બહેન હજુ ઘરે નથી આવી, કોઈ ધરપકડ થઈ નથી'

શીખ યુવતીનું અપહરણ કરીને તેને જબરદસ્તીથી મુસ્લિમ બનાવવાના મામલે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન  તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે આ મામલે આઠ લોકોની ધરપકડ થઈ છે. આ સાથે જ યુવતીને તેના નનકાના સાહિબ સ્થિત ઘરે પણ મોકલી દેવાઈ છે.

જુઠ્ઠું પાકિસ્તાન, શીખ યુવતીના ભાઈએ કહ્યું-'બહેન હજુ ઘરે નથી આવી, કોઈ ધરપકડ થઈ નથી'

નવી દિલ્હી: શીખ યુવતીનું અપહરણ કરીને તેને જબરદસ્તીથી મુસ્લિમ બનાવવાના મામલે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન  તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે આ મામલે આઠ લોકોની ધરપકડ થઈ છે. આ સાથે જ યુવતીને તેના નનકાના સાહિબ સ્થિત ઘરે પણ મોકલી દેવાઈ છે.

પરંતુ હવે શીખ યુવતીના ભાઈએ જાણકારી આપી કે તેમની બહેન ઘરે પાછી ફરી જ નથી અને આ મામલે કોઈ ધરપકડ પણ કરી નથી. તેમનું કહેવું છે કે આ બંને વાતો ખોટી છે. બહેન ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તે પણ ખબર નથી. યુવતીના ભાઈએ પીએમ ઈમરાન ખાન અને અન્ય લોકોને આ મામલે ધ્યાન આપવાની અને તેમને ન્યાય અપાવવાની અપીલ કરી છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ આજે સવારે પાકિસ્તાન તરફથી એવા અહેવાલો હતાં કે આ મામલે આઠ લોકોની ધરપકડ કરાઈ છે. શીખ યુવતીને પણ તેના ઘરે  પહોંચાડી દેવાઈ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર શીખ યુવતીની ધરપકડ કરનારો આરોપી પાકિસ્તાની આતંકી છે. તે હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ પાકિસ્તાન શીખ સમુદાય અને ભારતના આક્રોશનો સામનો કરી રહ્યું છે.

— ANI (@ANI) August 31, 2019

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે તેની તપાસના આદેશ આપ્યા છે. આ માટે 3 સભ્યોની ઉચ્ચ સ્તરની કમિટી રચવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબના ગવર્નરે લાહોરમાં પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી.

પાકિસ્તાનમાં શીખ સમુદાયની યુવતીના અપહરણને લઈને ઈમરાન સરકાર પર અલ્પસંખ્યકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પાકિસ્તાન શીખ કાઉન્સિલના સભ્યોનું કહેવું છે કે પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી. શીખ યુવતી પર અત્યાચાર વિરુદ્ધ ભારતમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેટલાક યુવકોએ શીખ યુવતીને બંદૂકની અણીએ ઉઠાવી જઈ તેને ઈસ્લામ કબુલ કરાવ્યો અને તેનો આખો વીડિયો પણ બનાવ્યો. 

જુઓ LIVE TV

પાકિસ્તાનના નાનકાના સાહિબમાં ગુરુદ્વારા તંબી સાહિબના એક ગ્રંથીની પુત્રી છેલ્લા 3 દિવસથી ગુમ હતી. ગુરુવારે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા અને ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ યુવતી સામે આવી હતી. 

સામે આવેલા વીડિયોમાં એક મૌલવી જાગીર  કૌરને આયેશા કહીને બોલાવી રહ્યો છે જો કે તે તેના પિતાનું નામ બરાબર બોલી રહ્યો છે. ત્યારબાદ મૌલવી એમ પણ કહેતો સાંભળવા મળ્યો કે તમે તમારી મરજીથી ઈસ્લામ ધર્મ કબુલી રહ્યાં છો અને આ યુવક સાથે લગ્ન કરી રહ્યાં છો. આ સમગ્ર વીડિયોમાં છોકરી એકદમ ડરેલી જોવા મળે છે. તેની સાથે બેઠેલો યુવક આ યુવતી સાથે લગ્ન કરવા માટે સહમતિ વ્યક્ત કરતો જોવા મળે છે. 

એફઆઈઆર મુજબ 6 લોકોએ ગ્રંથીની પુત્રી જાગીર કૌરને બંદૂકની અણીએ 27-28 ઓગસ્ટની રાતે ઉઠાવી હતી પરંતુ અત્યાર સુધી તેને શોધવા માટે પોલીસે કશું કર્યું નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news