પાકિસ્તાન ચૂંટણી 2018 : ઇમરાન ખાન પૂર્ણ બહુમતથી દૂર, ગઠબંધન સરકારના એંધાણ

પાકિસ્તાન ચૂંટણી પંચે શુક્રવારે રાષ્ટ્રીય અને ચાર વિધાનસભાના મોટા ભાગના પરિણામની જાહેરાત કરી દીધી છે. જેમાં ઇમરાન ખાનની પીટીઆઇ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે સરકાર બનાવવા માટે હજુ પણ સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જે જોતાં ગઠબંધન સરકારના એંધાણ દેખાઇ રહ્યા છે. દેશમાં બુધવારે થયેલ મતદાન બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જોકે મત ગણતરી પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. અહીં નોંધનિય છે કે, પીટીઆઇએ સંસદની 269 બેઠકોમાંથી 109 બેઠકો પર જીત મેળવી છે. 
પાકિસ્તાન ચૂંટણી 2018 : ઇમરાન ખાન પૂર્ણ બહુમતથી દૂર, ગઠબંધન સરકારના એંધાણ

ઇસ્લામાબાદ : પાકિસ્તાન ચૂંટણી પંચે શુક્રવારે રાષ્ટ્રીય અને ચાર વિધાનસભાના મોટા ભાગના પરિણામની જાહેરાત કરી દીધી છે. જેમાં ઇમરાન ખાનની પીટીઆઇ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે સરકાર બનાવવા માટે હજુ પણ સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જે જોતાં ગઠબંધન સરકારના એંધાણ દેખાઇ રહ્યા છે. દેશમાં બુધવારે થયેલ મતદાન બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જોકે મત ગણતરી પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. અહીં નોંધનિય છે કે, પીટીઆઇએ સંસદની 269 બેઠકોમાંથી 109 બેઠકો પર જીત મેળવી છે. 

ઇમરાનના નજીકના હરીફ શાહબાજ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ (પીએમએલ-એન)એ 63 બેઠકો જીતી છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જેલ ગયા બાદ પાર્ટીની કમાન સંભાળી રહેલા શાહબાજે મત ગણતરીમાં હેરાફેરી અને હસ્તક્ષેપનો આરોપ લગાવતાં પરિણામનો અસ્વીકાર કર્યો છે. 

જ્યારે ઇમરાન ખાને ગુરૂવારે જ પોતાની જીતની જાહેરાત કરી દીધી હતી અને ગેરરીતિના આરોપોને નકારતાં આ ચૂંટણીને પાકિસ્તાનના ઇતિહાસની સૌથી પારદર્શી ગણાવી હતી. ત્રીજા સ્થાન પર પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) છે. જેણે 39 બેઠકો જીતી છે. હજુ 20 બેઠકોની મત ગણતરી ચાલી રહી છે. ઇમરાન ખાને સરકાર બનાવવા માટે 137 બેઠકોની જરૂર છે. જેનો મતલબ એ થાય છે કે એમણે સરકાર બનાવવા માટે નાની પાર્ટીઓનું સમર્થન લેવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news