14 દિવસમાં જ સાચી પડવા લાગી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ? હજુ કેટલી મચશે તબાહી

બાબા વેંગા અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ દુનિયાભરમાં જાણીતી છે અને બંને ભવિષ્યવક્તાઓએ વર્ષ 2025 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરેલી છે જેના કારણે લોકો ચિંતાતૂર પણ છે. 

14 દિવસમાં જ સાચી પડવા લાગી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ? હજુ કેટલી મચશે તબાહી

ભવિષ્યવક્તા બાબા વેંગા અને નાસ્ત્રેદમસની વર્ષ 2025ની ભવિષ્યવાણીઓ ખુબ ડરામણી છે. પોતાના પૂર્વાનુમાનોના કારણે દુનિયામાં જાણીતા બાબા વેંગા અને નાસ્ત્રેદમસે યુરોપ સહિત અનેક જગ્યાએ તબાહીના સંકેત આપ્યા હતા. એવું લાગે છે કે તેમના દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ સાચી પડી રહી હોય તેવું જણાય છે. કારણકે 2025ના વર્ષને શરૂ થયે હજુ તો 14 દિવસ થયા છે ત્યાં અનેક એવી ઘટનાઓ ઘટી છે જે તબાહીના સંકેત આપે છે. 

2025નું વર્ષ શરૂ થયું તે પહેલા જ 29 ડિસેમ્બર 2024ના રોજ દક્ષિણ કોરિયામાં ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી જેમાં 179 લોકોના મોત થયા. ત્યારબાદ 3 જાન્યુઆરીના રોજ ફુલર્ટન શહેરમાં નાનું વિમાન બિલ્ડિંગની છત સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું. જેનાથી 2 લોકોના મોત થયા અને 18 લોકો ઘાયલ થયા. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમી કોલંબિયામાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા. 

અમેરિકામાં હાલ આગનું  તાંડવ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 2 ડઝનથી વધુ લોકોના જીવ ગયા છે અને મોટી સંખ્યામાં નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત નેપાળ-તિબેટ બોર્ડર પર આવેલા ભૂકંપે પણ ભારે તબાહી મચાવી. ભૂકંપના કારણે ચીનની ધરતી પણ ધ્રુજી. ભૂકંપના કારણે 125થી વધુ લોકોના જીવ ગયા. 

બાબા વેંગાની ભવિષ્યવાણી
બાબા વેંગાએ 2025 અંગે જે ભવિષ્યવાણી કરી હતી તે ડરામણી છે. તેમના જણાવ્યાં મુજબ યુરોપ એક વિનાશકારી જંગનો સામનો કરશે. જેનાથી વસ્તીનો એક મોટો ભાગ ખતમ થઈ જશે. બાબા વેંગાના જણાવ્યાં મુજબ દુનિયામાં ફક્ત અને ફક્ત રશિયાનો દબદબો રહેશે. બાબા વેંગાએ કુદરતી આફતો વિશે કહ્યું હતું કે અમેરિકાના પશ્ચિમ તટ પર ભૂકંપ અને ઈનએક્ટિવ જ્વાળામુખીઓનો વિસ્ફોટ સામેલ છે. 

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
બીજી બાજુ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીની વાત કરીએ તો તેમણે પણ યુરોપમાં તબાહીના સંકેત આપ્યા છે. આ સાથે જ તેમના જણાવ્યાં મુજબ યુરોપના આંતરરાષ્ટ્રીય દુશ્મન વધશે. નાસ્ત્રેદમસની ડરામણી ભવિષ્યવાણી એ પણ છે કે બ્રિટન એક તબાહીકારી યુદ્ધ અને પ્લેગ બાદ બરબાદ થઈ જશે. નાસ્ત્રેદમસના જણાવ્યાં મુજબ વર્ષ 2025માં પશ્ચિમી તાકાતોની દુનિયા પર જોવા મળનારી અસર પણ નબળી પડી જશે. એટલું જ નહીં તેમણે ભૂતકાળની કોઈ મોટી મહામારી પાછી ફરે તેવો સંકેત પણ આપેલો છે. 

કોણ છે નાસ્ત્રેદમસ
અત્રે જણાવવાનું નાસ્ત્રેદમસ અને બાબા વેંગાને વિશ્વ સ્તર ભવિષ્યવક્તાઓમાંથી એક માનવામાં આવે છે. જે પોતાની રહસ્યમયી ભવિષ્યવાણીઓ માટે જાણીતા હતા. નાસ્ત્રેદમસનું આખું નામ મિશેલ ડી નાસ્ત્રેદમ હતું અને તેમનો જન્મ 14 ડિસેમ્બર 1503ના રોજ ફ્રાન્સમાં થયો હતો. નાસ્ત્રેદમસ ભવિષ્યવક્તા હોવાની સાથે સાથે ડોક્ટર પણ હતા. તેમણે 1955માં 'Les Prophéties' નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક તેમની સેકડો ગૂઢ અને કાવ્યાત્મક ભવિષ્યવાણીઓનો સંગ્રહ છે. તેમની ભવિષ્યવાણીઓ પ્રતિકાત્મક ભાષામાં હતી અને તે મોટાભાગે જંગ, કુદરતી આફતો અને રાજકીય ઘટનાઓ સાથે જોડાયેલી હતી. 

કોણ છે બાબા વેંગા
બીજી બાજુ બાબા વેંગાનું અસલી નામ વાંગેલિયા પાંડેવા દમિત્રોવા છે. તેમનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ બલ્ગેરિયામાં થયો હતો અને તેમણે 11 ઓગસ્ટ 1996ના રોજ અંતિમ  શ્વાસ લીધા. બાબા વેંગા દ્રષ્ટિહીન મહિલા હતા. બાળપણમાં અંધ થવા છતાં બાબા વેંગાએ અનેક વૈશ્વિક ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી જેમ કે સોવિયેત સંઘનું પતન, 9/11 ના હુમલો, અને 2004ની સુનામી. તેમને બાલ્કનના નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. કારણ કે તેમની ભવિષયવાણીઓ મોટાભાગે સાચી પડી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news