Pakistan Airstrikes In Afghanistan: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, બાળકો-મહિલાઓ સહિત 47 થી વધુના મોત
Pakistan Airstrikes In Afghanistan: પાક્સ્તાની જેટ વિમાનોએ પાકિસ્તાન તહરીક-એ-તાલિબાનના આતંવાદીઓને નિશાન બનાવી અફઘાનિસ્તાનના ઉત્તર-પૂર્વ કુનાર અને દક્ષિણ-પૂર્વ ખોસ્ત પ્રાંતના ચોગમ અને પાસા મેળાના દૂરના વિસ્તારોમાં એક સાથે હુમલો કર્યો હતો.
Trending Photos
Pakistan Airstrikes In Afghanistan: પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના 47 થી વધારે નાગરિકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. પાકિસ્તાની સેનાએ આ હુમલો પાકિસ્તાનના ઉત્તરી વજીરિસ્તાનમાં બે આતંકવાદી હુમલા બાદ કર્યો છે. આ મામલે પાકિસ્તાની સેનાના 8 જવાન માર્યા ગયા હતા.
અફઘાનિસ્તાનમાં સ્થાનિક અધિકારીઓએ પુષ્ટી કરી કે પાકિસ્તાની વિમાનોએ શુક્રવારની રાત્રે ખોસ્ત પ્રાંત પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત 47 લોકોના મોત થયા છે.
તાલિબાની સરકારે વ્યક્ત કરી નારાજગી
અફઘાનિસ્તાનમાં થયેલા આ હુમલા બાદ ત્યાની સત્તા શાસક તાલિબાની સરકારે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તાલિબાની સરકારે પાકિસ્તાનના રાજદૂત મંસૂર અહમદ ખાનને બોલાવી ભવિષ્યમાં આવી કોઈ કાર્યવાહી નહીં કરવાની ચેતવણી આપી છે. ત્યારે આ હુમલા બાદ પાકિસ્તાન તહરીક-એ-તાલિબાને એક નિવેદન જાહેર કરી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલાની પુષ્ટી કરી છે. સંગઠને કહ્યું કે, બોમ્બથી તે પ્રવાસી શિબિરોને નિશાન બનાવવામાં આવ્યા છે, જે પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાંથી ભાગી ગયા હતા.
પાકિસ્તાન મીડિયાએ શું કહ્યું?
આ મામલે પાકિસ્તાન મીડિયાએ કહ્યું કે, બોમ્બ વિસ્ફોટ અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના સભ્યોને નિશાન બનાવીને કરવામાં આવ્યા. ટીટીપી એક ઉગ્રવાદી સંગઠન છે જે પાકિસ્તાની તાલિબાનના આશ્રય હેઠળ કામ કરે છે. ટીટીપીએ એક નિવેદન જાહેર કરી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલાની પુષ્ટી કરી છે. જૂથે જણાવ્યું હતું કે, બોમ્બથી તે પ્રવાસી શિબિરોને નિશાન બનાવવામાં આવ્યા છે જે પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાંથી બાગી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે