Pakistan: હચમચાવતી ઘટના...સપનામાં ઈશનિંદા જોઈ અને ગુસ્સામાં યુવતીનું ગળું ચીરી નાખ્યું, 3 મહિલાની ધરપકડ
ઈશનિંદા (Blasphemy) ના નામે હત્યા કરવામાં આવી. ડેરા ઈસ્લામાઈલ ખાનમાં 3 મહિલા શિક્ષકોએ પોતાની એક પૂર્વ સહયોગીનું ગળું ચીરીને હત્યા કરી નાખવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ઈશનિંદા (Blasphemy) ના નામે હત્યા કરવામાં આવી. ડેરા ઈસ્લામાઈલ ખાનમાં 3 મહિલા શિક્ષકોએ પોતાની એક પૂર્વ સહયોગીનું ગળું ચીરીને હત્યા કરી નાખવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ત્રણેયનું કહેવું છે કે મૃતકે ઈશનિંદા કરી હતી આથી તેમણે આ કૃત્ય કર્યું. અહીં સૌથી વધુ ચોંકવનારી વાત એ છે કે આ ઈશનિંદનો આરોપ તેમણે પોતાના એક સંબંધીના સપનાના આધારે લગાવ્યો. મંગળવારે ઘટેલી આ ઘટના બાદ પોલીસે તે સંબંધી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી.
'ડોન' ના અહેવાલ મુજબ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો મહિલા લોહીથી લથપથ જોવા મળી અને તેનું ગળું ચીરેલું હતું. નોંધાયેલી એફઆઈઆરમાં કહેવાયું છે કે પીડિતાના પર ધારદાર વસ્તુથી હુમલો થયો. આરોપી યુવતીઓની ઉંમર 17 થી 24 વર્ષ વચ્ચે છે. આ આરોપી યુવતીઓએ ધાર્મિક મુદ્દાઓ પર મતભેદ અને ઈશનિંદાના આરોપમાં 21 વર્ષની યુવતીની હત્યા કરી નાખી. અત્રે જણાવવાનું કે મૃતક યુવતી ધાર્મિક વિદ્વાન મૌલાના તાલિક જમીલની અનુયાયી હતી જેને આરોપી મહિલાઓ પસંદ ન કરતી હતી.
આ સમગ્ર મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓની એક સંબંધી કે જે 13 વર્ષની કિશોરી છે તેણે સપનું જોયું જેમાં તેને પીડિતા દ્વારા કથિત ઈશનિંદ વિશે જાણવા મળ્યું અને ત્યારબાદ તેની હત્યાનો આદેશ અપાયો. પોલીસ અધિકારીએ કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન આ સમગ્ર સપનાનું વિવરણ કરાયેલું રજિસ્ટર જપ્ત કરાયું છે. ત્રણ સંદિગ્ધોને તેમના સંબંધી સાથે ધરપકડ કરાયા છે. આરોપી મહિલા મહસૂદ જનજાતિની છે અને દક્ષિણ વઝીરીસ્તાન કબાયલી જિલ્લાની રહીશ છે.
Viral Video: અત્યંત ખતરનાક...વીડિયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે, પાણીમાં મગરમચ્છ સાથે 'રોમેન્ટિક ડાન્સ'
આ ઘટના બાદ મદરેસા બોર્ડ વફાકુલ મદારિસ અલ અરબ પાકિસ્તાને આ ઘટનાની નિંદા કરી અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. બોર્ડે આપેલા એક નિવેદનમાં ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માગણી કરી અને દોષિતોની ધરપકડ કરવા અને તેમને સજા આપવાની માગણી પણ કરી. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં આ અગાઉ પણ ઈશનિંદાના નામે હત્યાની ઘટનાઓ સામે આવેલી છે.
(ઈનપુટ- IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે