ISI કાયદાની મર્યાદામાં રહીને કામ કરે, રાજનીતિથી દૂર રહેઃ પાક. સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોના સભ્યો પર એવી કોઈ પણ રાજકીય ગતિવિધિમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો જે કોઈ પક્ષ, જૂથ કે વ્યક્તિનું સમર્થન કરતી હોય
Trending Photos
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરકારને "ઘૃણા, કટ્ટરવાદ અને આતંકવાદ" ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવાની સાથે જ બુધવારે સશસ્ત્ર દળોના સભ્યોને રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો. સાથે જ ISI જેવી સરકારી એજન્સીઓને પણ કાયદાની મર્યાદામાં રહીને કામ કરવા માટે આદેશ આપ્યા છે.
ટોચની અદાલતના બે સભ્યોની બેન્ચે કટ્ટરવાદી તહેરીક-એ-લબ્બૈક પાકિસ્તાન અને અન્ય નાના જૂથો દ્વારા ફૈઝાબાદમાં વર્ષ 2017માં કરવામાં આવેલા ધરણાની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યા છે. ન્યાયાધિશ કાઝી ફૈઝ ઈસા અને મુશીર આલમની બેન્ચે જણાવ્યું કે, "અમે સંઘીય અને રાજ્ય સરકારોને એવા લોકો પર નજર રાખવા માટે આદેશ આપીએ છીએ, જે ઘૃણા, કટ્ટરવાદ અને આતંકવાદની તરફેણ કરે છે. અમે દોષીતોને કાયદા અનુસાર સજા આપવાનો પણ આદેશ આપીએ છીએ."
સર્વોચ્ચ અદાલતે સેના દ્વારા ચલાવવામાં આવતી ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) સહિત તમામ સરકારી એજન્સીઓ અને વિભાગોને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવાના પણ આદેશ આપ્યા છે. તેણે સશસ્ત્ર દળોના સભ્યો પર એવી કોઈ પણ રાજકીય ગતિવિધિમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો જે કોઈ પક્ષ, જૂથ કે વ્યક્તિનું સમર્થન કરતી હોય.
ઈમરાનખાન
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ગયા વર્ષે સામાન્ય ચૂંટણી દરમિયાન દેશની શક્તિશાળી સેનાએ વડા પ્રધાન ઈમરાન ખાનને સમર્થન આપ્યું હતું. સર્વોચ્ચ અદાલતે બીજાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આપવામાં આવતા ફતવા જૈવા ધાર્મિક આદેશોને પણ અમાન્ય ઠેરવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે