પાકિસ્તાનના ગૃહ મંત્રીએ જ ઈમરાન ખાનની ફજેતી કરી નાખી, કાશ્મીર મુદ્દે જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ
ભારત વિરુદ્ધ દરેક મોરચે પછડાટ અને શરમિંદગી મેળવનારું પાકિસ્તાન ભલે પોતાની જનતાને ખોટું આશ્વાસન આપી રહ્યું હોય કે તે કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યું છે પરંતુ ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે આ મુદ્દે વડાપ્રધાન ઈમરાન ખાન પર જ સવાલ ઊભા કરી દીધા છે.
Trending Photos
ઈસ્લામાબાદ: ભારત વિરુદ્ધ દરેક મોરચે પછડાટ અને શરમિંદગી મેળવનારું પાકિસ્તાન ભલે પોતાની જનતાને ખોટું આશ્વાસન આપી રહ્યું હોય કે તે કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યું છે પરંતુ ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે આ મુદ્દે વડાપ્રધાન ઈમરાન ખાન પર જ સવાલ ઊભા કરી દીધા છે. તેમણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સરકારની નિષ્ફળતાઓ બદલ ઈમરાન ખાન અને તેમના સાથીઓને જવાબદાર ઠેરવ્યાં છે. હકીકતમાં તેમણે સ્વીકાર કરી લીધુ કે કાશ્મીર મુદ્દે ઈસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું. શાહે ઈમરાન ખાન સહિત ચૂંટાઈ આવેલા અને જવાબદાર સ્થાન પર બિરાજમાન નેતાઓ પર પાકિસ્તાનની છબી બગાડવાનો આરોપ પણ લગાવી દીધો.
તેમણે પાકિસ્તાની ન્યૂઝ એજન્સી Hum Newsના એક ટોક શોમાં કહ્યું કે "આંતરરાષ્ટ્રીય સમુદાયના લોકોએ આપણા પર વિશ્વાસ કર્યો નહીં. અમે કહ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કરફ્યુ લગાવી દીધો છે અને લોકોને દવાઓ સુદ્ધા મળતી નથી. લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો નહીં. પરંતુ તેમણે ભારતની વાત પર વિશ્વાસ કર્યો. સત્તાધારી કુલીનતંત્રે દેશને બરબાદ કરી દીધો. દેશની છબી ખરાબ કરી નાખી. લોકો વિચારે છે કે પાકિસ્તાન એક ગંભીર દેશ નથી."
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે બેનઝીર ભૂટ્ટો, પરવેઝ મુશર્રફ અને અન્ય કયા સત્તાધારી કુલીનતંત્રનો ભાગ રહ્યાં તો ISIના ચીફ રહી ચૂકેલા એઝાઝ અહેમદ શાહે કહ્યું કે તમામ જવાબદાર છે. પાકિસ્તાને હવે આત્મમંથન કરવાની જરૂર છે. શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના 42માં સત્રની બેઠકમાં ભારતની કૂટનીતિ સામે પાકિસ્તાને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો.
જુઓ LIVE TV
UNHRCમાં પાકિસ્તાનને મળી પછડાટ
અત્રે જણાવવાનું કે જીનેવામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન (Pakistan) એકવાર ફરીથી શરમજનક સ્થિતીમાં મુકાયું હતું. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ભારત તરફથી સેક્રેટરી ઇસ્ટ વિજય ઠાકુર સિંહે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે, કાશ્મીર અંગે પાકિસ્તાને માત્ર જુઠ્ઠાણા જ ફેલાવ્યાં છે. ભારતે કહ્યું કે, જમ્મુ કાશ્મીર અમારો આંતરિક મુદ્દો છે, બહારના કોઈનો પણ હસ્તક્ષેપ સહ્ય નથી. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 (Article 370) હટાવવાનાં નિર્ણયને ભારે સમર્થન મળ્યું છે. સંસદમાં ચર્ચા બાદ 370 હટાવવામાં આવી છે. ભારતે કહ્યું કે, આતંકવાદ અંગે નિર્ણાયક કાર્યવાહીનો સમય છે. પાકિસ્તાન પોતાની ધરતી પર રહેલા આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરે.
આ અગાઉ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારતની વિરુદ્ધ 15 મિનિટ 49 સેકન્ટ સુધી માત્ર ખોટું બોલ્યા. માત્ર એટલું જ નહી કાશ્મીર પર 115 પેજનો ખોટો અહેવાલ રજૂ કર્યો. આ રિપોર્ટમાં રાહુલ ગાંધી, મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાનાં નિવેદનોનો ઉલ્લેખ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે