ભારત સાથેના તંગ સંબંધો વચ્ચે ઈમરાન ખાને જનરલ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ વધાર્યો

પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવાયો છે, તેઓ 29 નવેમ્બર, 2016ના રોજ નવાઝ શરીફના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની સેનાના વડા બન્યા હતા 
 

ભારત સાથેના તંગ સંબંધો વચ્ચે ઈમરાન ખાને જનરલ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ વધાર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારત સાથેના તંગ સંબંધો વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. તેઓ 29 નવેમ્બર, 2016ના રોજ નવાઝ શરીફના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની સેનાના વડા બન્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરાયેલી સંક્ષિપ્ત જાહેરાત અનુસાર, "જનરલ કમર જાવેદ બાજવાને વર્તમાન કાર્યકાળ પુરો થવાની તારીખથી ત્રણ વર્ષના વધુ એક કાર્યકાળ માટે સેનાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે."

સેનાના વડાનો કાર્યકાળ વધારવા પાછળ પાકિસ્તાન સરકારે કારણ જણાવતા કહ્યું છે કે, "ક્ષેત્રીય સુરક્ષાનું વાતાવરણ જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે." જનરલ કમર બાજવાનો કાર્યકાળ વધારવાના આદેશ પર વડાપ્રધાન ઈમરાન ખાને હસ્તાક્ષર કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 270 દૂર કરવી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ધૂઆંપૂઆં થયેલું છે. 

— ANI (@ANI) August 19, 2019

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી ધૂંધવાયેલું પાકિસ્તાન છેક પરમાણુ યુદ્ધની ધમકી સુધી પહોંચી ગયું છે. ભારતના નિર્ણય પછી કરમ જાવેદ બાજવાએ સેનાના કોર કમાન્ડરોની એક આપાતકાલિન બેઠક પણ બોલાવી હતી, જેમાં તત્કાલિન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news