Golden Blood: દુનિયામાં માત્ર 43 લોકોના શરીરમાં છે આ 'ગોલ્ડન બ્લડ', જાણો શું છે આ લોહીની ખાસિયત

Golden Blood: સામાન્ય રીતે જોવા જઈએ તો માણસોમાં અનેક પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. જેમકે A, B, AB, O+ જેવા અનેક પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. ત્યારે આવો જાણીએ બ્લડના વધુ એક ગ્રુપ વિશે.....
 

Golden Blood: દુનિયામાં માત્ર 43 લોકોના શરીરમાં છે આ 'ગોલ્ડન બ્લડ', જાણો શું છે આ લોહીની ખાસિયત

આમ તો દરેક માણસોમાં અલગ અલગ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે... ત્યારે તમે ક્યારે સાંભળ્યું છેકે એક ખાસ પ્રકારનું પણ બ્લડ ગ્રુપ હોય છે.. હા એક બ્લડ ગ્રુપ એવું પણ છે જે માત્ર કેટલાક લોકોના શરીરમાં જોવા મળે છે... આ બ્લડને ગોલ્ડન બ્લડ તરીકે ઓળખવામાં આવે છે.... હા આરએચનલ બ્લડ ગ્રુપને ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે. આ તેનું સાચું નામ છે. કોઈ પણ બ્લડ ગ્રુપવાળાને આ બ્લડ ચડાવી શકાય છે....આ બ્લડ આસાનીથી કોઈપણ બ્લડ ગ્રુપ સાથે મેચ થઈ જાય છે.... આ લોહી ફકતે તે વ્યક્તિના શરીમાં જોવા મળે છે જેનું આરએચ પરિબળ શૂન્ય છે. 

આવો જાણીએ Rh ફેક્ટર વિશે
જો આ પ્રોટીન લાલ રક્તકણો (RBCs) માં હાજર હોય, તો લોહીને Rh+ પોઝિટિવ કહેવાય છે. પરંતુ આ બ્લડ ગ્રુપના લોકોમાં Rh ફેક્ટર નલ હોય છે. આરએચ નલ બ્લડ ગ્રુપમાં લાલ રક્ત કોશિકાઓ (આરબીસી) પર કોઈ આરએચ એન્ટિજેન (પ્રોટીન) જોવા મળતું નથી, જેને ગોલ્ડન બ્લડ ગ્રુપ કહેવાય છે.

આવો જાણીએ કેમ આને ગોલ્ડન બ્લડ કહેવાય છે
વિશ્વમાં આ બ્લડ ગ્રુપના નવ લોકો રક્તદાન કરે છે. એટલા માટે આ બ્લડ ગ્રુપને ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે, કારણ કે તે વિશ્વનું સૌથી મોંઘું બ્લડ ગ્રુપ છે. આ વિશ્વમાં ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ છે, કારણ કે તે માત્ર 43 લોકોમાં જોવા મળે છે. આ બ્લડ કોઈને પણ આપી શકાય છે, પરંતુ આ બ્લડ ગ્રુપના લોકોને બ્લડની જરૂર પડે છે, તો ઘણી સમસ્યાઓ થાય છે. આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં અમેરિકા, બ્રાઝિલ, કોલંબિયા અને જાપાનના લોકોનો સમાવેશ થાય છે.

લોહી જામેલું હોય છે
આ બ્લડ ગ્રુપને આંતરરાષ્ટ્રીય સ્તરે પરિવહન કરવું મુશ્કેલ છે. અમે તમને ઉપર જણાવ્યું છે કે આ બ્લડ ગ્રુપના 9 લોકો સક્રિયપણે રક્તદાન કરે છે. જેથી રક્ત બ્લડ બેંકમાં જમા થઈ શકે. આ બ્લડ ગ્રુપ દુનિયામાં માત્ર 43 લોકોમાં જ જોવા મળે છે, જેના કારણે આ ગ્રુપનો ડોનર શોધવો મુશ્કેલ છે. આ બ્લડ ગ્રુપ ફક્ત તે જ લોકોને આપવામાં આવે છે જેઓ આ ગ્રુપના છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news