પાકિસ્તાન ચૂંટણી : કોઇ વડાપ્રધાન કાર્યકાળ પુરો કરી શક્યા નથી, જાણો રસપ્રદ હકીકત
પાકિસ્તાનની રાજનીતિ પણ સતત ઉચાટવાળી જ રહી છે. પાકિસ્તાનના અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી
Trending Photos
નવી દિલ્હી : આતંકવાદ સાથે જોડાયેલ પાકિસ્તાનની રાજનીતિ પણ સતત ઉચાટવાળી જ રહી છે. પાકિસ્તાનના અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી. નવાજ શરીફ ચાર વખત પીએમ બન્યા છે પરંતુ તેઓ પણ કાર્યકાળ પુરો કરી શક્યા નથી. જ્યારે એક વડાપ્રધાન તો એવા છે કે જે માત્ર ચાર દિવસ માટે જ પીએમ બન્યા હતા.
અંગ્રજોથી આઝાદ થયેલ હિન્દુસ્તાનથી છુટા થઇ બનેલા પાકિસ્તાનનું રાજકારણ ગંદુ રહ્યું છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદથી ખદબદતા પાકિસ્તાનમાં કોઇ વડાપ્રધાને અત્યાર સુધી પોતાનો કાર્યકાળ શાંતિથી પૂર્ણ કર્યો નથી. 1947થી લઇને 2018 સુધી કુલ 30 વડાપ્રધાન આવ્યા છે. જે પૈકી નવાજ શરીફ અને બેનઝીર ભુટ્ટો જ એવા છે કે જે એક કરતાં વધુ વખત ચૂંટાયા છે. જેમાં નવાજ શરીફ ચાર વખત તો બેનઝીર ભુટ્ટો બે વખત વડાપ્રધાન બન્યા છે. પરંતુ આ બંને પણ પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી.
એક ટર્મમાં સૌથી વધુ લાંબો સમય વડાપ્રધાન તરીકે યુસુફ રજા ગિલાની રહ્યા હતા. તેઓ 50 મહિના 25 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે સૌથી ઓછા દિવસ માટે અયૂબખાન વડાપ્રધાન બન્યા હતા. તેઓ માત્ર ચાર દિવસ માટે જ પીએમ બન્યા હતા.
પાકિસ્તાન 30 PM, પણ કોઇએ કાર્યકાળ પૂરો ન કર્યો | ||
વડાપ્રધાન | વર્ષ | કાર્યકાળ |
લિયાકત અલી ખાન | 1947 | 50 મહિના 2 દિવસ |
ખ્વાજા નજીમુદ્દીન | 1951 | 24 મહિના |
મોહમ્મદ અલી બોગરા | 1953 | 27 મહિના |
ચૌધરી મોહમ્મદ અલી | 1955 | 13 મહિના |
હુસેન શહીદ સુહરાવર્દી | 1956 | 13 મહિના |
ઇબ્રાહીમ ઇસ્માઇલ ચુંદરીગર | 1957 | 2 મહિના |
ફિરોઝખાન નૂન | 1957 | 9 મહિના |
અયૂબખાન | 1958 | 4 દિવસ |
નૂરુલ અમીન | 1971 | 13 દિવસ |
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો | 1973 | 46 મહિના |
મોોહમ્મદખાન ઝુનેજો | 1985 | 38 મહિના |
બેનજીર ભુટ્ટો | 1988 | 20 મહિના |
ગુલાબ મુસ્તૂફા | 1990 | 3 મહિના |
નવાબ શરીફ | 1990 | 29 મહિના |
બલખ શેર મઝારી | 1993 | 1 મહિનો |
નવાાજ શરીફ | 1993 | 1 મહિનો |
મોયૂદ્દીન અહમદ | 1993 | 3 મહિના |
બેનજીીર ભુટ્ટો | 1993 | 36 મહિના |
મલિક મિરાજ | 1996 | 3 મહિના |
નવાજ શરીફ | 1997 | 31 મહિના |
જફરૂલ્લાહ ખાન જમાલી | 2002 | 19 મહિના |
ચૌધરી શુજાતહુસેન | 2004 | 1 મહિનો |
શૌકત અઝીઝ | 2004 | 38 મહિના |
મોહમ્મ્મદ મીયા સુમ્રો | 2007 | 4 મહિના |
યુસુફ રજા ગિલાની | 2008 | 50 મહિના 25 દિવસ |
રઝા પરવેઝ | 2012 | 9 મહિના |
મીર હજાર ખાન | 2013 | 2 મહિના |
નવાજ શરીફ | 2013 | 49 મહિના |
શાહીદ ખાકાન અબ્બાસી | 2017 | 9 મહિના |
નસીર ઉલ મુલ્ક | 2018 | 1 મહિનો |
કેમ કોઇએ કાર્યકાળ પૂર્ણ ન કર્યો?
ભારત સાથેની દેખીતી ઇર્ષા અને આતંકવાદને પોષતા પાકિસ્તાનની રાજનીતિ ખુદ આતંકવાદની ચૂંગાલમાં ફસાઇ છે. રાજકીય નેતાગીરી આતંકવાદની ચપેટમાં આવી ચૂકી છે. ભારતને નીચું પાડવાની લ્હાયમાં આઇએસઆઇને જન્મ આપનાર પાકિસ્તાન પર આજે આઇએસઆઇનું વર્ચસ્વ વધી ગયું છે. લશ્કર અને આઇએસઆઇનું આધિપત્ય રાજકીય નેતાગીરી પર વધી ગયું છે. જેને કારણે નેતાગીરી રબર સ્ટેમ્પ જેવી બની છે.
નવાજના વળતા પાણી, ઇમરાન ખાન આગળ
પાકિસ્તાનમાં ચાલી રહેલી ચૂંટણીમાં મતગણતરીના આંકડા સામે આવી રહ્યા છે. જેમાં નવાજ શરીફ, ઇમરાન ખાન અને આતંકી હાફિઝ સામે ટક્કરનો જંગ ખેલાયો હતો. જોકે પરિણામના આંકડા જોતાં આતંકી હાફિઝને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે ચાર વખત વડાપ્રધાન બનનાર નવાજ શરીફના વળતા પાણી દેખાય છે. તો ઇમરાન ખાનની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે