Nobel Peace Prize: વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

આ વખતે Nobel Peace Prize વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ World Food Programme ને આપવામાં આવ્યો છે. આ સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર એટલા માટે આપવામાં આવ્યો કારણ કે આ સંસ્થાએ ભૂખ વિરુદ્ધ એક મોટી લડત લડી. 

Nobel Peace Prize: વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

નવી દિલ્હી: આ વખતે Nobel Peace Prize વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ World Food Programme ને આપવામાં આવ્યો છે. આ સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર એટલા માટે આપવામાં આવ્યો કારણ કે આ સંસ્થાએ ભૂખ વિરુદ્ધ એક મોટી લડત લડી. 

શું છે World Food Programme (WFP)?
વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP) ભૂખમરો મીટાવવા અને ખાદ્ય સુરક્ષા પર કેન્દ્રીત સંયુક્ત રાષ્ટ્ર એજન્સી છે. વિશ્વભરમાં કટોકટીની સ્થિતિમાં તેનું કામ એ જોવાનું છે કે કઈ રીતે જરૂરિયાતવાળાઓ સુધી ખાદ્ય સામગ્રી પહોંચે. ખાસ કરીને ગૃહ યુદ્ધ અને કુદરતી આફતોના સમયે. ભારતમાં વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હવે સીધી રીતે ખાદ્ય સહાયતા પ્રદાન કરવાની જગ્યાએ ભારત સરકારને ટેક્નિકલ સહાયતા અને ક્ષમતા નિર્માણ સેવાઓ પ્રદાન કરે છે. 

— The Nobel Prize (@NobelPrize) October 9, 2020

વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હવે એ વાત પર ભાર મૂકે છે કે દેશના ભોજન આધારિત સામાજિક સુરક્ષા કવચને એટલું સક્ષમ કરવામાં આવે કે જેથી કરીને તે નિર્ધારિત જનસંખ્યા સુધી ભોજનને વધુ કુશળતા અને અસરકારક રીતે પહોંચાડી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news