તાનાશાહ કિમ જોંગ ઉનનો VIDEO આવ્યો સામે, તમામ અટકળોનો આવ્યો અંત!

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની જે પ્રકારે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે તે જોતા એવું લાગે છે કે તેઓ જીવિત છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. છેલ્લા 20 દિવસથી દુનિયાભરના મીડિયામાં તેમના અત્યંત ખરાબ સ્વાસ્થ્યની અટકળો થઈ રહી હતી.

તાનાશાહ કિમ જોંગ ઉનનો VIDEO આવ્યો સામે, તમામ અટકળોનો આવ્યો અંત!

નવી દિલ્હી: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની જે પ્રકારે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે તે જોતા એવું લાગે છે કે તેઓ જીવિત છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. છેલ્લા 20 દિવસથી દુનિયાભરના મીડિયામાં તેમના અત્યંત ખરાબ સ્વાસ્થ્યની અટકળો થઈ રહી હતી. આ બધી અટકળો વચ્ચે કિમ જોંગ ઉને શુક્રવારે પ્યોંગયાંગ પાસે એક ફર્ટિલાઈઝરના કારખાનાનું ઉદ્ધાટન કર્યું. લગભગ 3 સપ્તાહ બાદ પહેલીવાર કિમ જોંગ ઉન જાહેરમાં જોવા મળ્યાં. કિમ જોંગ ઉનના આ કાર્યક્રમનો વીડિયો પણ જાહેર થયો છે. 

આ વીડિયોમાં કિમ જોંગ ઉન સંપૂર્ણ સ્વસ્થ જોવા મળી રહ્યાં છે. તેમણે આખી ફેક્ટરીનું ભ્રમણ કર્યું અને ઉદ્ધાટન સમારોહમાં ભાગ લીધો. આ દરમિયાન ત્યાં હાજર હજારો લોકોએ હાથ હલાવીને કિમ જોંગ ઉનનું સ્વાગત કર્યું. કિમ જોંગે પણ તેમની વચ્ચે જઈને તેમનું અભિવાદન સ્વીકાર્યું. કિમના આ વીડિયોની સાથે જ એ અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું કે તેમનું સ્વાસ્થ્ય નાજૂક છે.     

કાળા કપડાંમાં મરક મરક હસતાં જોવા મળ્યાં કિમ જોંગ
ઉત્તર કોરિયાના અધિકૃત સમાચાર પ્રતિષ્ઠાન 'કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એન્જસી'એ જણાવ્યું કે કિમ અન્ય વરિષ્ઠ અધિકારીઓની સાથે સુનચોનમાં શુક્રવારે કાર્યક્રમમાં સામેલ થયાં. તેમની સાથે તેમની બહેન કિમ યો જોંગ પણ સામેલ થઈ હતી. વિશ્લેષકોનું માનવું છે કે કિમ જોંગ ઉન  બાદ તેમની બહેન જ દેશની બાગડોર સંભાળશે. સરકારી અખબાર 'રોડોંગ સિનમુન'એ કિમની અનેક તસવીરો પણ પ્રકાશિત કરી હતી જેમાં તેઓ કાળા કપડાં પહેરીને હસતા જોવા મળ્યા હતાં. 

— ANI (@ANI) May 2, 2020

તસવીરોમાં કિમ જોંગ લાલ રંગની રિબિન કાપતા જોવા મળે છે. આ સાથે જ પરિસરમાં હજારો કામદારો લાઈનમાં ઊભા રહીને હવામાં ફુગ્ગા છોડતા જોવા મળે છે. તેમાંથી અનેક લોકોએ માસ્ક લગાવેલા છે. તસવીર અને વીડયો બંનેથી એવા કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નથી કે જેનાથી કહી શકાય કે કિમ જોંગ ઉન સ્વસ્થ નથી. તેમણે ચાલતી વખતે કોઈ લાકડી પણ સાથે રાખી નહતી જે રીતે તેમણે 2014માં એક સર્જરી બાદ સાથે રાખી હતી. 

20 દિવસથી જોવા ન હતા મળ્યા કિમ જોંગ
જો કે કિમ જોંગ ઉનની તસવીરમાં તેમની ગ્રીન ઈલેક્ટ્રીક ગાડી દેખાઈ. આ એવું જ વ્હીકલ છે જે તેમણે 2014માં ઉપયોગમાં લીધુ હતું. તેઓ 11 એપ્રિલ બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા છે. તેમના દિવગંત દાદા કિમ ઈલ સુંગની જયંતી પર આયોજિત સમારોહમાં તેઓ સામેલ ન થતા ત્યારબાદથી તેમના સ્વાસ્થ્યને લઈને અટકળો થઈ રહી હતી. 

મહાવિનાશનો સામાન બનાવે છે ફેક્ટરી?
ઉત્તર કોરિયાના મીડિયાએ દાવો કર્યો છે કે કિમ જોંગ ઉને જે ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યું તે ફર્ટિલાઈઝર બનાવે છે. જો કે આ ફેક્ટરી અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. ન્યૂઝ વીકના રિપોર્ટ મુજબ આ ફેક્ટરી ફર્ટિલાઈઝર નહીં પરંતુ યુરેનિયમ કાઢવાનું કારખાનું છે. આ ફેક્ટરીના માધ્યમથી કિમ જોંગ ઉન હવે સરળતાથી ફોસ્ફોરિક એસિડથી યુરેનિયમ કાઢી શકશે. આ યુરેનિયમનો ઉપયોગ તેઓ પરમાણુ બોમ્બ બનાવવામાં કરી શકશે. વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદથી કિમ જોંગ ઉન સતત પોતાની પરમાણુ બોમ્બની મહત્વકાંક્ષા પૂરી કરવામાં લાગ્યા છે. આ સાથે જ તેઓ આર્થિક વિકાસ ઉપર પણ ઘણું ફોકસ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news