ન વૈક્સીન-ન ટ્રીટમેન્ટ, COVID 19 ને ખતમ કરવા ટ્રમ્પે આપ્યું વિચિત્ર નિવેદન

સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Trump) પોતાનાં નિવેદનોનાં કારણે વારંવાર વિવાદોમાં આવતા રહે છે. પછી તે જાહેર સમારંભોમાં હોય કે પછી ટ્વિટર પર હોય. તેમનું ફરીથી એકવાર નિવેદન આવ્યું છે, જેમાં લોકોને ચોંકાવી દીધા છે. તેમણે આ નિવેદન ઓક્લાહોમામાં પોતાનાં ચૂંટણી પ્રચારની રેલીમાં આપ્યું હતું. રેલીમાં તેમણે ફરીથી કોરોના વાયરસ અંગેની વાત કરી અને પોતાનાં જ માટે એક નવી મુસીબત પેદા કરી લીધી છે. 

ન વૈક્સીન-ન ટ્રીટમેન્ટ, COVID 19 ને ખતમ કરવા ટ્રમ્પે આપ્યું વિચિત્ર નિવેદન

તુલસા : સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Trump) પોતાનાં નિવેદનોનાં કારણે વારંવાર વિવાદોમાં આવતા રહે છે. પછી તે જાહેર સમારંભોમાં હોય કે પછી ટ્વિટર પર હોય. તેમનું ફરીથી એકવાર નિવેદન આવ્યું છે, જેમાં લોકોને ચોંકાવી દીધા છે. તેમણે આ નિવેદન ઓક્લાહોમામાં પોતાનાં ચૂંટણી પ્રચારની રેલીમાં આપ્યું હતું. રેલીમાં તેમણે ફરીથી કોરોના વાયરસ અંગેની વાત કરી અને પોતાનાં જ માટે એક નવી મુસીબત પેદા કરી લીધી છે. 

પહેલાથી જ તેઓ અમેરિકામાં આફ્રિકી-અમેરિકી અને એશિયન સમુદાયની વિરુદ્ધ વંશવાદને ખત કરવા માટે વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહ્યા છે, તેમના પર તેમણે ચીન (CHINA) પર વિશ્વમાં વાયરસ ફેલાવવાનો એકવાર ફરીથી આરોપ લગાવ્યો. એટલું જ નહી આરોપ લગાવતા તેમણે કોરોના વાયરસને કુંગ ફ્લૂ (Kung Flu) આકરો જવાબ આપ્યો. 

જો કે દોષ તો તેઓ અનેક મહિનાઓથી આપી રહ્યા છે, પરંતુ કુંગ શબ્દનો ઉપયોગ વશવાદનું પગલું છે જે અમેરિકામાં એશિયન સમુદાય માટે હિંસક ગડબડ લાવી શકે છે. એટલું જ નહી, રાષ્ટ્રપતિએ એટલે સુધી કહ્યુ કે, તેમણે પોતાનાં અધિકારીઓથી દેશમાં કોરોના વાયરસનાં પરીક્ષણને ધીમી કરવા માટે કહ્યું છે. તેમને લાગે છે કે, COVID પરીક્ષણ એક બેધારી તલવાર છે. કારણ કે વધારે પરીક્ષણથી વધારે કેસની ઓળખ થાય છે. 

તેમણે કહ્યું કે, જ્યારે તમે વધારે પરીક્ષણ કરો છો, તો તમે વધારે લોકોને શોધો છો અને વધારે કેસ શોધો છે. એટલા માટે મે મારા લોકોને પરીક્ષણ ધીમુ કરવા માટે કહ્યું છે. અત્રે ઉલ્લેખીય છે કે, અમેરિકાએ અત્યાર સુધી લગભગ 25 મિલિયન  એટલે કે 2.5 કરોડ લોકોનું પરીક્ષણ કર્યું છે, જે અન્ય દેશોની તુલનાએ વધારે છે. 

આ નિવેદન બાદ વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરવી પડી અને એક અધિકારીએ ત્યાર બાદ સ્થાનિક મીડિયાને જણાવવું પડ્યું કે, ટ્રમ્પ મજાક કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વંશવાદ અને પોલીસ ક્રુરતાની વિરુદ્ધ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, જેના કારણે અહીં કોરોના વાયરસનાં કેસમાં વધારો થઇ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news