Surender Modi પર નડ્ડાનો વળતો હૂમલો, હવે તો ભગવાન પણ કોંગ્રેસ સાથે નથી
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં 'Surender Modi' વાળા ટ્વીટ અંગે ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વળતો પ્રહાર કર્યો છે. ઉત્તરપ્રદેશ જન સંવાદ વર્ચ્યુઅલ રૈલીને સંબોધિત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જ 'Surender Modi' છે એટલે કે તેઓ નરોનાં જ નેતા નહી પરંતુ સુરોના (દેવતાઓ) પણ નેતા છે. હવે ઇશ્વર પણ કોંગ્રેસની સાથે નથી. કોંગ્રેસને ભગવાનની ભાષા સમજવી જોઇએ.
ભાજપ અધ્યક્ષે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી સૈનિકોનું મનોબલ તોડવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. અમે તો કોંગ્રેસને નથી પુછી રહ્યા કે, યુપીએનાં સમયમાં ચીને કેટલી આપણી જમીન લઇ લીધી. અમે તે પણ નથી પુછી રહ્યા કે, તમારા શાસનમાં બોર્ડરમાં કેટલા કિલોમીટર માર્ગ બન્યા.
#WATCH Even God is not with you (Congress) now. You say - 'Narendra Modi is Surender Modi' that means you are saying that Modi ji is not only the leader of humans but also of Gods. You should understand the language of God: BJP President JP Nadda at 'UP Jan Samvad' virtual rally pic.twitter.com/3Q2M4S8euV
— ANI (@ANI) June 21, 2020
તેમણે કહ્યું કે, 2014-19 સુધી બોર્ડર વિસ્તારમાં આશરે 98 ટકા માર્ગ બનીને તૈયાર થઇ ગયા છે. હું દેશને આશવસ્ત કરવા માંગુ છું કે, દેશનાં વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં એક એક ઇંચ ધરતી અને બોર્ડર સુરક્ષીત અને મજબુત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, નરેન્દ્ર મોદી અસલમાં SURENDER MODI છે. રાહુલે જાપાન ટાઇમ્સનો એક લેખને શેર કરતા વાત લખી. જાપાન ટાઇમ્સમાં ભારતની હાલની નીતિને ચીનનાં તૃષ્ટીકરણ વાળુ ગણાવ્યુ છે.
વિપક્ષમાં રહેવાનું ટ્યુશન લઇ લો
જે પી નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ શબ્દોમાં કહુ છું કે,વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં ભારતના વિકાસનો રોડમેપ તૈયાર છે, તમે તમારા રોડમેપની ચિંતા કરો, તેઓ દરરોજ નીચે જઇ રહ્યા છે. તમને વિપક્ષની જવાબદારી નથી ખબર તો, અમારી પાસેથી વિપક્ષમાં રહેવાનું ટ્યુશ લઇ લો. કોરોના કાળમાં વિપક્ષે રાજનીતિ સિવાય કાંઇજ કર્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે