Joe Bidenની પત્ની વિશે અખબારે લખ્યો વિવાદાસ્પદ લેખ, શરૂ થયો હંગામો

ચર્ચિત અખબારના લેખક જોસેફ અપસ્ટીનના લેખની સોશિયલ મીડિયા પર ખુબ ટીકા કરવામાં આવી છે. બાઇડેનની પાસે બે માસ્ટર ડિગ્રીઓ છે અને તે એક ડોક્ટરેટ છે જેના કારણે તેમના નામની આગળ ડોક્ટર લાગે છે. 

Joe Bidenની પત્ની વિશે અખબારે લખ્યો વિવાદાસ્પદ લેખ, શરૂ થયો હંગામો

નવી દિલ્હીઃ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાસિલ કરનાર જો બાઇડેનની પત્ની જિલ બાઇડેન (Lady Jill Biden)ને લઈને ચર્ચિત સમાચાર પત્રોએ એક લેખ લખ્યો છે સમાચાર પત્રની ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર હંગામો શરૂ થઈ ગયો છે. હકીકતમાં અમેરિકાના લોકપ્રિય અખબાર ધ વોલ સ્ટ્રીટ જનરલના એક પત્રકારે પોતાના લેખમાં જિલ બાઇડેનના નામના આગળથી ડોક્ટરનું ટાઇટલ હટાવવાની સલાહ આપતા તેમની ડોક્ટરેટની ઉપાધિ પર સવાલ ઉઠાવ્યા છે. 

અખબારે કરી આલોચના
ચર્ચિત અખબારના લેખક જોસેફ અપસ્ટીનના લેખની સોશિયલ મીડિયા પર ખુબ ટીકા કરવામાં આવી છે. બાઇડેનની પાસે બે માસ્ટર ડિગ્રીઓ છે અને તે એક ડોક્ટરેટ છે જેના કારણે તેમના નામની આગળ ડોક્ટર લાગે છે. 

યૂઝર્સે ગણાવ્યા 'સેક્સિસ્ટ'
એટલું જ નહીં અખબારે પોતાના આર્ટિકલમાં જિલ બાઇડેનને Kiddo એટલે કે એક બાળકીના રૂપમાં સંબોધિત કર્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના લેખ પર ખુબ સવાલ ઉઠી રહ્યા છે. તમામ યૂઝર્સ સમાચાર પત્રની શાખ પર સવાલ ઉઠાવી રહ્યાં છે અને આ લેખને સેક્સિસ્ટ ગણાવી દીધો છે. કેટલાક લોકોનું કહેવું છે કે એક મહિલા હોવાને કારણે જિલ બાઇડેન માટે આ પ્રકારની વાતો લખવામાં આવી છે. બાઇડેન પાસે તે અપેક્ષા રાખવામાં આવે છે કે તે એક શિક્ષિકાના રૂપમાં પોતાની ભૂમિકા જારી રાખે. 

લેખકે લખ્યુ, જિલના નામની આગળ ડોક્ટર લગાવવું બેઇમાની
વોલ સ્ટ્રીટ જર્નમાં અમેરિકાના એક પૂર્વ પ્રોફેસર જોસેફ એપ્સટીને લેખમાં પહેલા તો જિલ બાઇડેનને ફર્સ્ટ લેડી ગણાવ્યા અને પછી  Mrs. Biden—Jill અને kiddo પણ લખ્યું. જોસેફ એપ્સટીને લખ્યુ કે, જિલ બાઇડેનના નામની આગળ ડોક્ટર લગાવવું થોડી બેઇમાની લાગે છે. કારણ કે વાસ્તરમાં જિલ બાઇડેને  ડોક્ટર ઓફ એજ્યુકેશનની ડિગ્રી લીધી છે. એપ્સટીને લખ્યુ, 2007મા ડો. જિલ બાઇડેને ડેલાવેયર વિશ્વવિદ્યાલય (University of Delaware)માંથી ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. લેખમાં એપસ્ટીને બાઇડેનને કહ્યુ, આગામી ચાર વર્ષો સુધી વાઇટ હાઉસમાં રહેવાનો આનંદ લો. લેખકની આ પ્રકારની વાતોથી ટ્વિટર યૂઝર્સ ખુબ નારાજ છે. 

ખોટો છે જોસેફનો આ દાવો
આ બધા બાદ જોસેફે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી (University of Delaware)માં 30થી વધુ વર્ષો સુધી ભણાવવાનો દાવો કર્યો પરંતુ તેમની ખોટી સાબિત થઈ છે. જાણવા મળ્યું છે કે જોસેફે વર્ષ 2003 બાદ ભણાવ્યું જ નથી. જિલ બાઇડેનની કમ્યુનિકેશન ડાયરેક્ટર એલિઝાબેથ એલેક્જેન્ડરે લેખને સેક્સિસ્ટ અને શરમજનક ગણાવ્યો છે. જિલ બાઇડેનની પ્રવક્તા મિશેલ લારોજાએ સેક્સિસ્ટ એટેક માટે અખબાર પાસે માફીનામાની માગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news