20મીએ અમેરિકાની સત્તા પલટાશે, હજારો સૈનિકોની ફોજ આવી Washington DC
Trending Photos
- વોશિંગ્ટનમાં આગામી સપ્તાહની શરૂઆતમાં 25 હજારથી વધુ સૈનિકોના આવવાની શક્યતા છે
- અનેક હજાર સૈનિકો બસ અને સેનાના ટ્રકમાં સવાર થઈને વોશિંગ્ટન આવી રહ્યાં છે
ઝી મીડિયા/બ્યૂરો :20 જાન્યુઆરીના રોજ નવા બનેલા રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) શપથ લેવા જઈ રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હવે અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ નથી રહ્યાં. આ પ્રસંગે અમેરિકામાં હિંસા થવાની શક્યતા છે. જેને પગલે વોશિંગ્ટનમાં હજારો સૈનિકોનો કાફલો બોલાવવામાં આવ્યો છે. આ સાથે જ રાષ્ટ્રના સંસદ ભવનોની પણ સુરક્ષા વધારી દેવાઈ છે.
નવા બનેલા રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ લેતા પહેલા પ્રદર્શનોની આશંકા જોતા સેનાના અધિકારીઓએ રાજ્યના ગર્વનરોને નેશનલ ગાર્ડના વધુ જવાનો મોકલવાની અપીલ કરી હતી. શહેરના મોટાભાગના ભાગમાં શપથ ગ્રહણ પહેલા લોકડાઉન લગાવવામાં આવનાર છે.
આ પણ વાંચો : ચીનની ગુફાઓમાં મળ્યું કોરોના વાયરસનું ઘર, અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીના રોજ અમેરિકાના સંસદ ભવન કેપિટલ (capitol) પર મોટા ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને આશંકા વ્યક્ત કરાઈ છે કે, હિંસક કટ્ટરપંથીનું ગ્રૂપ શહેરને નિશાન બનાવી શકે છે. સશસ્ત્ર ઘૂસણખોરોના આવવાનું તથા વિસ્ફોટક ઉપકરણ લગાવવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. વોશિંગ્ટન (washington dc) માં આગામી સપ્તાહની શરૂઆતમાં 25 હજારથી વધુ સૈનિકોના આવવાની શક્યતા છે. પરંતુ આ સાથે જ રાજ્યોના સંસદ ભવનોમાં હિંસાની આશંકાના સંબંધમાં ચિંતા વ્યક્ત કરવામા આવી છે.
અધિકારીઓના અનુસાર, ગત 72 કલાકમાં ઓછામાં ઓછા 70 સૈનિક મેરીલેન્ડમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પહોંચ્યા. અનેક હજાર સૈનિક બસ અને સેનાના ટ્રકમાં સવાર થઈને વોશિંગ્ટન આવી રહ્યાં છે. સેનાના સંબંધી મામલાઓના મંત્રી રાયન મેક્કર્થીએ ગર્વનરો પાસેથી આ મામલે મદદ માંગી હતી. એફબીઆઈએ તમામ રાજ્યોના સંસદ ભવનોમાં હિંસક હુમલાની આશંકા પણ વ્યક્ત કરી છે. રવિવારે હુમલા થવાની શક્યતામાં તમામ રાજ્યોની રાજધાનીઓમાં હથિયારોથી લેસ સૈનિકો તૈનાત કરી દેવામા આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે