જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં અથડામણ, હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ ઠાર
દક્ષિણ કશ્મીરના જૌનાપોરાની સફાનગરી વિસ્તારમાં આતંકિઓની હોવાના સમાચાર મળ્યા હતા. જેના પર સુરક્ષા દળોએ મંગળવારે ઘેરાવ કર્યો અને તપાસ અભિયાન ચલાવ્યું હતું.
Trending Photos
શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળની સાથે અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. તેમાંથી એક આતંકી પહેલા સેનામાં હતો જે ત્યારબાદ આતંકી સંગઠનમાં શામેલ થઇ ગયો હતો. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે દક્ષિણ કશ્મીરના જૌનાપોરાની સફાનગરી વિસ્તારમાં આતંકિઓની હોવાના સમાચાર મળ્યા હતા. જેના પર સુરક્ષા દળોએ મંગળવારે ઘેરાવ કર્યો અને તપાસ અભિયાન ચલાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે છુપાયેલા આતંકિઓએ દળ પર ગોળીબાર કર્યો હતો. જવાનોએ જબાવી હુમલામાં ગોળીબાર કર્યો ત્યારબાદ અથડામણ શરૂ થઇ ગઇ અને બે આતંકીઓ માર્યા ગયા હતા.
માર્યા ગયેલા આતંકિઓની ઓળખ મોહમ્મદ ઇદરિસ સુલ્તાન ઉર્ફ છોટા અબરાર અને આમિર હુસૈન રાથર ઉર્ફે અબુ સોબાનના નામથી જાણીતી હતા. સુલ્તાન સફાનગરી શોપિયાંમાં વસવાટ કરતો હતો જ્યારે સોબાન અવનીરા શોપિયાંમાં વસવાટ કરતો હતો. તેમણે જણાવ્યું કે તેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદીન સાથે જોડાયેલા હતા. સુરક્ષા સંસ્થાઓઓ પર હુમલા અને વિસ્તારમાં નાગરિકો પર ઘણી અત્યાતારોની ઘટનામાં તેઓ શામેલ હતો.
પ્રવક્તાએ જણાવ્યું કે સુલતાન સેનામાંથી ભાગી ગયો હતો અને આ વર્ષે એપ્રિલમાં આતંકી સંગઠનમાં શામેલ થઇ ગયો હતો. તેમણે કહ્યું કે આ અબિયાન દરમિયાન આસપાસ કોઇ નુકસાન થયુ ન હતું. અથડામણ સ્થળ પર દારૂગોળો મળી આવ્યો છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે અથડામણ સ્થળની જ્યાં સુધી સંપૂર્ણ રીતે સફાઇ કરવામાં ન આવે ત્યાં સુધી કોઇએ ત્યાં જવું નહીં.
તમને જણાવી દઇએ કે જમ્મૂ-કાશ્મીરના ફુલગામમાં 20 ઓક્ટોબરની રાત્રે આતંકિઓ સાથે થયેલી અથડામણમાં રવિવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. રવિવાર સવારે સુરક્ષા દળોએ ત્યાં ઘરમાં છુપાયેલા 3 આતંકિઓને ઠાર મારવામાં આવ્યા હતા. સુત્રોના અનુસાર માર્યા ગયેલા ત્રણે આતંકિઓમાં થી બે આતંકીઓ પાકિસ્તાનના હતા. આ ગોળીબારમાં એક નાગરિકનું પણ મોત થયું હતું. તે વ્યક્તિનું નામ ઉબૈદ લાવે જણાવવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે