આ દેશે જીતી લીધી કોરોના સામેની લડત, PM ખુશ થઈ નાચવા લાગ્યા, તમામ પ્રતિબંધો હટ્યા
પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કોરોના સામે જંગમાં પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. અર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે દેશ કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા.
Trending Photos
વેલિન્ગટન: કોરોના (Fight Against Corona) સામેની લડતમાં ન્યૂઝીલેન્ડે (New Zealand) જીત મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ હવે સંપૂર્ણ રીતે કોરોના મુક્ત થઈ ગયું છે. સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે વાયરસના એક પણ એક્ટિવ કેસ નથી. આ જ કારણે તમામ પ્રતિબંધો હટાવી લેવાયા છે. ન્યૂઝીલેન્ડ હવે સતર્કતા લેવલ-1માં પહોંચી ગયું છે. જે દેશના અલર્ટ સિસ્ટમમાં સૌથી નીચલું લેવલ છે.
Social Distancing ની જરૂર નથી
ન્યૂઝીલેન્ડની સરકારે કહ્યું કે હવે લોકોના આયોજનોમાં ભેગા થવા પર કોઈ રોક નથી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયોની પણ કોઈ જરૂર નથી. જો કે સુરક્ષા કારણોસર દેશની સરહદો હજુ પણ વિદેશીઓ માટે બંધ રહેશે. અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડમાં છેલ્લા બે અઠવાડિયાથી પણ વધુ સમયથી કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી.
હવે સંપૂર્ણ ફોકસ આર્થિક વિકાસ પર
પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને(Jacinda Ardern) કોરોના સામે જંગમાં પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. અર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે દેશ કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે 'આપણે એક સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયા છીએ. જો કે હાલ કોરોના વાયરસથી પહેલાની સ્થિતિમાં પાછું ફરવું સરળ નથી પરંતુ હવે સંપૂર્ણ ફોકસ સ્વાસ્થ્ય પ્રણાલીની જગ્યાએ આર્થિક વિકાસ પર રહેશે.' તેમણે વધુમાં કહ્યું કે હજુ અમારું કામ ખતમ થયું નથી. પરંતુ તેનાથી ઈન્કાર ન કરી શકાય કે આ એક શાનદાર ઉપલબ્ધિ છે.
બીજી બાજુ દુનિયાના અન્ય ભાગોમાં કોરોનાનો પ્રકોપ ચાલુ છે. અમેરિકામાં સ્થિતિ સતત બગડી રહી છે. સંક્રમણની સાથે સાથે તેનાથી થનારા મોતની સંખ્યા પણ વધી છે. અત્યાર સુધીમાં 16,246,771 કેસ અને 299,493 લોકોના મોત થયા છે. વૈશ્વિક સ્તરે પ્રકોપની વાત કરીએ તો જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ કેસની કુસ સંખ્યા 7.22 કરોડથી વધુ થઈ છે. જ્યારે 16.1 લાખથી વધુ લોકોના મોત થયા છે. સંક્રમણના કેસ મામલે ભારત 9,857,029 કેસ સાથે બીજા નંબરે છે. જ્યારે દેશમાં મૃત્યુની સંખ્યા 1.43 લાખથી વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે