Afghanistan ની નવી Traffic Police નો Video થયો Viral! જોઈને હસી હસીને દુઃખી જશે પેટ

અફઘાનીસ્તાનમાં હવે તાલિબાની રાજ આવી ગયું છે. રાતોરાત તખ્તો પલટાઈ ગયો અને અફઘાનમાં આવી ગઈ ડર, દહેશત અને ખૌફની સત્તા. અનેક એવા વીડિયો સામે આવ્યાં જેમાં તાલિબાનીઓની ક્રૃરતાથી દહેશત ઉભી થતી હોય. પણ હાલ તાલિબાનીઓનો એક એવો વીડિયો સામે આવી રહ્યો છેકે, જેને જોઈને તમે હસી હસીને પાગલ થઈ જશો.

Afghanistan ની નવી Traffic Police નો Video થયો Viral! જોઈને હસી હસીને દુઃખી જશે પેટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાતોરાત અફઘાનિસ્તાનમાં તખ્તો પટલ થઈ ગયો. અને જોતજોતામાં બધું જ બદલાઈ ગયું. અફઘાનિસ્તાનમાં આવી ગયું તાલિબાની રાજ. કાબુલવાસીઓએ ક્યારેય નહોંતુ વિચાર્યુંકે, જીવ બચાવવા માટે જીવ જોખમમાં નાંખીને પ્લેન પર લટકવું પડશે. દેશ છોડવાની દોડમાં દુનિયા છોડવાનો વારો આવશે. તાલિબાનીઓથી બચવા પ્લેનના પાંખીયા પર લટકીને જવાનો પ્રયાસ કરનારા અફઘાનીઓ આકાશથી જમીન પર પટકાયા અને મોત નીપજ્યું. તાબિલાનની દહેશતનો આ વીડિયો તો દુનિયાએ જોયો. પણ આ સિવાય એક વીડિયો હાલ સોશલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ડર, દહેશત નહીં પણ તમને હસવું આવશે. અને હસી હસીને તમારું પેટ દુઃખી જશે.

તાજેતરમાં અફઘાનિસ્તાનના રસ્તાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક તાલિબાની રસ્તા પર ટ્રાફિકને કંટ્રોલ કરતો જોવા મળી રહ્યો છે.હવે તમે વિચારતા હશો કે એમાં આવું શું છે? આ વીડિયોમાં, એક માણસ ખભા પર લટકતી બંદૂક સાથે અને તેના હાથમાં લાલ રંગની લાઇટ જેવુ યંત્ર લઇને રસ્તાની વચ્ચે ઉભો છે. તાલિબાનના (Taliban) કબજા બાદ તાજેતરમાં અફઘાનિસ્તાન (Afghanistan) સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. અફઘાનિસ્તાનનો એકથી એક ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. જેને જોઈને લોકો ‘ધ્રુજી ઉઠ્યા છે. બીજી બાજુ તાલિબાન લડવૈયાઓના એવા પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને લોકો તેમના હસવાનુ કંટ્રોલ કરી શકતા નથી.આ શ્રેણીમાં અફઘાનિસ્તાન ટ્રાફિક પોલીસનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેની લોકો જોરદાર મજા લઈ રહ્યા છે.

 

गलती का कोई scope नहीं☺️☺️☺️😢😢 pic.twitter.com/mXJNqWMIQs

— Rupin Sharma IPS (@rupin1992) August 17, 2021

 

તાજેતરમાં અફઘાનિસ્તાનના રસ્તાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક તાલિબાની રસ્તા પર ટ્રાફિકને કંટ્રોલ કરતો જોવા મળી રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે એમાં આવું શું છે? આ વીડિયોમાં એક માણસ ખભા પર લટકતી બંદૂક સાથે અને તેના હાથમાં લાલ રંગની લાઈટ જેવુ યંત્ર લઈને રસ્તાની વચ્ચે ઉભો છે. આ વ્યક્તિ આવતી જતી ગાડીઓને આશ્ચર્યથી જોઈ રહ્યો છે. વીડિયોમાં તાલિબાની ટ્રાફિકને કંટ્રોલ કરતો જોવા મળે છે. આતંકીએ યુનિફોર્મના નામે ટ્રાફિક પોલીસની માત્ર ટોપી પહેરી છે. આ વીડિયોમાં તાલિબાની રસ્તા પર ઉભેલા જોઈ શકાય છે. તેના એક હાથમાં ટ્રાફિકને કંટ્રોલ કરનારુ સિગ્નલ પણ છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને અફઘાનિસ્તાનની નવી ટ્રાફિક પોલીસ કહી રહ્યા છે. તેની હરકતો ખરેખર રમુજી છે. આ વીડિયો સોશલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અશરફ ગની અબુ ધાબીમાં હોસ્પિટલમાં દાખલ:
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની યુએઈના અબુ ધાબીમાં હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલ સામે આવ્યા છે. યુએઈએ કહ્યું કે માનવીય આધાર પર અશરફ ગનીના પરિવારને શરણ આપવામાં આવી છે. અબુ ધાબીની એક હોસ્પિટલમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્પિટલમાં દાખલ છે.

તાલિબાનીઓ સામે અફઘાની સેનાએ હથિયાર મુકી દીધાંઃ
તાજેતરમાં અફઘાનિસ્તાન (Afghanistan) ની રાજધાની કાબુલમાં જે બન્યું તેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. તાલિબાન લડવૈયાઓ સામે અફઘાન સૈનિકો કંઈ કરી શક્યા નહીં અને પરિણામે આખો દેશ તાલિબાન દ્વારા સરળતાથી કબજે કરી લેવામાં આવ્યો. દરેક વ્યક્તિ આ રીતે અફઘાન સૈનિકોના આત્મસમર્પણથી ચોંકી જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન પોતે એ સ્વીકારવા તૈયાર નથી કે અમેરિકન સૈનિકો દ્વારા તાલીમ પામેલા અફઘાન સૈનિકો આ રીતે હાર માની લેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news