સ્થુળતા ઘટાડવા વૈજ્ઞાનિકોની નવી શોધ, જાણીને થઈ જશો આશ્ચર્યચક્તિ
જો તમે ભારે પ્રયાસો પછી વજન ઘટાડી ન શકતા હો તો હિંમત હારવાની જરૂર નથી
Trending Photos
લંડન : જો તમે આનુવંશિક કારણોસર વજન ઘટાડવામાં નિષ્ફળ સાબિત થયા હો તો હિંમત હારવાની જરૂર નથી. આના ઉપાય તરીકે શરીરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવા માટે ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્થુળતા સામે લડવામાં મદદ કરે છે. સ્થુળતાનો સામનો કરી રહેલી મોટાભાગની વ્યક્તિઓમાં એની શરૂઆત બાળપણથી જ થઈ જાય છે કારણ કે આ આનુવંશિક છે. સ્થુળતા વ્યક્તિમાં ભુખને લગતા જનીનમાં વિકૃતી ઉત્પન્ન થવાને કારણે ઉભી થતી પરિસ્થિતિ છે.
આ પ્રકારની સ્થુળતાને મોનોજેનિક સ્થુળતા પણ કહેવામાં આવે છે. આવા લોકોને ભુખ બહુ લાગે છે અને એનો અંત નથી થતો. સંશોધનકર્તાઓને માહિતી મળી છે કે એક મોટા સમુહની સ્થુળતાને લિરાગ્લુટાઇટ નામની એક દવાની મદદથી ઘટાડી શકાય છે. લિરાગ્લુટાઇડ ભુખને રોકનારા હોર્મોન જીએલપી-1નું એક પરિવર્તિત સ્વરૂપ છે. આ હોર્મોન ભોજન દરમિયાન આંતરડામાંથી સ્ત્રવિત થાય છે.
આ સંશોધન પછી ડેનમાર્કમાં કોપરહેગન યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર સિગને સોરેનસન ટોરેકોવે કહ્યું છે કે ભુખને રોકનારી દવા લિરાગ્લુટાઇડનો શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે, આનાથી ઓછી ભુખ લાગે છે અને ચાર મહિનામાં જ છ ટકા જેટલું વજન ઘટે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે