ચીની ભૂંડોમાં ફરી જોવા મળ્યો નવો વાયરસ, વૈજ્ઞાનિકોને મહામારી ફેલાવવાનો ભય

ચીન હાલ ભારત સહિત આખી દુનિયા માટે માથાનો દુખાવો બની ગયું છે. આ દરમિયા વધુ એક ડરામણી બાબત સામે આવી છે. ચીનના વૈજ્ઞાનિકોને સ્થાનિક ભૂંડમાં એક નવો વાયરસ મળ્યો છે. આ વાયરસ માણસોમાં ફેલાઇ શકે છે.

ચીની ભૂંડોમાં ફરી જોવા મળ્યો નવો વાયરસ, વૈજ્ઞાનિકોને મહામારી ફેલાવવાનો ભય

નવી દિલ્હી: ચીન હાલ ભારત સહિત આખી દુનિયા માટે માથાનો દુખાવો બની ગયું છે. આ દરમિયા વધુ એક ડરામણી બાબત સામે આવી છે. ચીનના વૈજ્ઞાનિકોને સ્થાનિક ભૂંડમાં એક નવો વાયરસ મળ્યો છે. આ વાયરસ માણસોમાં ફેલાઇ શકે છે. ચીની વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાયરસ પણ જીવલેણ મહામારી બની શકે છે. 

સ્વાઇન ફ્લૂ જેવો છે નવો વાયરસ
પ્રોસિડિંગ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં છપાયેલા નવા રિસર્ચમાં ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તાજેતરમાં જ સ્વાઇન ફ્લૂથી હળતો મળતો વાયરસ મળી આવ્યો છે. જે ભૂંડથી માનવ શરીરમાં પ્રવેશ કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ માણસોમાં ફેલાઇ શકે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વાયરસ મહામારીનું રૂપ લેવામાં સક્ષમ છે. 

નવો વાયરસ ભૂડના તબેલામાં કામ કરનાર લોકોમાં જોવા મળ્યો છે. ઇંફ્લૂએંજા ઇંવેસ્ટિગેટર રોબર્ટ વેબસ્ટનું કહેવું છે કે અત્યાર સુધી અમે નવા વાયરસનું અનુમાન લગાવી રહ્યા છીએ કે આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલે છે કે નહી. સાથે જ આ વાયરસનું માણસોમાં સંક્રમણ પર નજર રાખી શકે છે જે હજુ શરૂ થયો નથી. 

તમને જણાવી દઇએ કે રવિવારે કોરોના વાયરસ સાથે જોડાયેલા બે રેકોર્ડ સ્થપાઇ ગયા. આખી દુનિયામાં તેનાથી મરનારાઓની સંખ્યા પાંચ લાખ પાર જતી રહી છે અને સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર થઇ ગઇ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મહામારીથી મૃતકોની સંખ્યા ઉલ્લેખનીય રીતે વધુ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news