ભારતમાં આ સપ્તાહે 13 ટકા ઘટ્યા નવા કેસ, છતાં દુનિયામાં સૌથી વધુ: WHO

WHO World Corona Update: વિશ્વમાં જ્યાં 48 લાખથી થોડા વધુ નવા કેસ સામે આવ્યા છે અને મોતનો નવો આંકડો 86000થી નીચે રહ્યો છે. પાછલાથી પાછલા સપ્તાહના મુકાબલે તેમાં ક્રમશઃ 12 ટકા અને પાંચ ટકાનો ઘટાડો થયો છે. 

ભારતમાં આ સપ્તાહે 13 ટકા ઘટ્યા નવા કેસ, છતાં દુનિયામાં સૌથી વધુ: WHO

સંયુક્ત રાષ્ટ્રઃ ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડ-19ના નવા કેસમાં 13 ટકાનો ઘટાડો થયો છે પરંતુ સંક્રમણના નવા કેસ વિશ્વભરમાં સૌથી વધુ ભારતમાં જ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આ વાત કહી છે. WHOના રાષ્ટ્રીય અધિકારીઓ પાસેથી 16 મે સુધી પ્રાપ્ત કોવિડ-19 સાપ્તાહિક મહામારી વિજ્ઞાન અભ્યાસના આંકડા પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી દુનિયાભરમાં નવા કેસ અને મોતમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. 

વિશ્વમાં જ્યાં 48 લાખથી થોડા વધુ નવા કેસ સામે આવ્યા છે અને મોતનો નવો આંકડો 86000થી નીચે રહ્યો છે. પાછલાથી પાછલા સપ્તાહના મુકાબલે તેમાં ક્રમશઃ 12 ટકા અને પાંચ ટકાનો ઘટાડો થયો છે. સંગઠને કહ્યું કે, સર્વાધિક નવા કેસ ભારતથી (23,87,663 નવા કેસ) સામે આવ્યા જેમાં તેનાથી પાછલા સપ્તાહની તુલનામાં 13 ટકાનો ઘટાડો થયો છે. ત્યારબાદ બ્રાઝિલમાં (4,37,076 નવા કેસ, ત્રણ ટકાની વૃદ્ધિ), અમેરિકા  (2,35,638 નવા કેસ, 21 ટકાનો ઘટાડો), આર્જેન્ટીના  (1,51,332 નવા કેસ, આઠ ટકાની વૃદ્ધિ) અને કોલંબિયા (1,15,834, છ ટકાની વૃદ્ધિ) થી સામે આવ્યા છે. 

પ્રતિ એક લાખની વસ્તી પર બે નવા દર્દીઓના મોત
મોતના સર્વાધિક નવા કેસ પણ ભારતમાં સામે આવી રહ્યાં છે, જ્યાં 27922 નવા મૃત્યુ નોંધાયા છે. પ્રતિ એક લાખની વસ્તી પર બે નવા દર્દીઓના મોત થઈ રહ્યાં છે, આ ચાર ટકાની વૃદ્ધિ છે. ત્યારબાદ નેપાળ (1224 નવા મોત, પ્રતિ એક લાખની વસ્તી 4.2 નવા મોત, 266 ટકા વૃદ્ધિ), અને ઈન્ડોનેશિયા (1125 નવા મોત, પ્રતિ લાખની વસ્તી 0.4 નવા મોત, પાંચ ટકાનો ઘટાડો) સામે આવ્યો છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રાષ્ટ્રીય અધિકારીઓ પાસેથી નવ મે સુધી પ્રાપ્ત આંકડા પ્રમાણે ભારતમાં સર્વાધિક નવા કેસ 27,38,957 નોંધાયા જે તેની પહેલાના સપ્તાહથી પાંચ ટકા વધુ છે. ડબ્લ્યૂએચઓના અનુમાન પ્રમાણે, ભારતમાં સંક્રમણના કુલ કેસ 2.46 કરોડ છે અને કુલ મોત   2,70,284 છે. આંકડામાં તે પણ જણાવવામાં આવ્યું કે પાછલા સપ્તાહે દક્ષિણ પૂર્વી એશિયાના ક્ષેત્રમાં પાછલા સપ્તાહે 25 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને 30,000થી વધુ દર્દીઓના મોત થયા છે. 

સતત નવ સપ્તાબ બાદ નવા કેસમાં વધારો થયો હવે ઘટ્યા
તે તેના પાછલા સપ્તાહની તુલનામાં ક્રમશઃ 12 ટકા અને સાત ટકા ઓછા છે. સંગઠને કહ્યું કે, નવા કેસ સામે આવવા સતત નવ સપ્તાહ સુધી વધ્યા બાદ ઘટ્યા છે. પરંતુ કુલ વૈશ્વિક મહામારી શરૂ થયા બાદથી અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર છે. સાથે કહ્યું કે, મોતનો આંકડો સતત નવમાં સપ્તાહે પણ વધ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news