ભારત વિરુદ્ધ નેપાળ સરકારનો વધારે એક આકરો નિર્ણય, લગ્નના કાયદામાં મોટુ પરિવર્તન

નેપાળ (Nepal) અને ભારત (India) વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ બાદથી જ બંન્ને દેશોમાં તણાવની સ્થિતી છે. બીજી તરફ વધારે એક સમાચાર તણાવ વધારવાનું કામ કરી રહી છે. નેપાળ અને ભારત વચ્ચે હંમેશાથી રોટી-બેટીનો સંબંધ રહ્યો છે, પરંતુ હવે આ સંબંધોમાં પણ દરાર આવી રહેલી દેખાય છે.
ભારત વિરુદ્ધ નેપાળ સરકારનો વધારે એક આકરો નિર્ણય, લગ્નના કાયદામાં મોટુ પરિવર્તન

કાઠમાંડુ: નેપાળ (Nepal) અને ભારત (India) વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ બાદથી જ બંન્ને દેશોમાં તણાવની સ્થિતી છે. બીજી તરફ વધારે એક સમાચાર તણાવ વધારવાનું કામ કરી રહી છે. નેપાળ અને ભારત વચ્ચે હંમેશાથી રોટી-બેટીનો સંબંધ રહ્યો છે, પરંતુ હવે આ સંબંધોમાં પણ દરાર આવી રહેલી દેખાય છે.

નેપાળની સત્તારૂઢ પાર્ટી નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીનાં સચિવાલયની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે નેપાળી પુરૂષોની સાથે વિવાહ કરનારી વિદેશી મહિલાઓને લગ્નનાં સાત વર્ષ બાદ નેપાળની નાગરિકતા (CITIZENSHIP) આપવામાં આવશે. આ વિદેશી મહિલાઓ મોટે ભાગે ભારતીય જ હોય છે. એટલે કે હવે કોઇ મહિલા જો નેપાળી સાથે લગ્ન કરે તો તેણે નાગરિકતા મેળવવા માટે 7 વર્ષ રાહ જોવી પડશે. આ સાત વર્ષ સુધી નેપાળમાં ભારતીય મહિલાએ તમામ પ્રકારનાં રાજનીતિક અધિકારોથી વંચિત રાખવામાં આવશે. 

હાલનાં નાગરિકતા અધિનિયમમાં સંશોધનનું બિલ રવિવારે સંસદમાં નોંધાયું છે. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે, નાગરિકતા પ્રમાણપત્ર નહી હોવાની સ્થિતીમાં મહિલાઓને કોઇ પણ વ્યવસાયને ચલાવવા અને કોઇ પણ ચલ કે અચલ સંપત્તિ વેચવા કે ઉપયોગ કરવા, વ્યવાયના માધ્યમથી લાભ કમાવવા, કોઇ પ્રકારની સંપત્તીની લેવડ દેવડ કરી શકશે. 

આ મહિલાઓ કંપની પણ ખોલી શકે છે, કારોબાર કરી શકે છે. પોતાનાં જન્મ, મૃત્યુ, વિવાહ, છુટાછેટા અને પ્રવાસન જેવી મહત્વપુર્ણ ઘટનાઓને નોંધાવીને કાયદા અનુસાર સ્થાપિત કોઇ પણ સંગઠન દ્વારા આપવામાં આવનારી છુટનો લાભ ઉઠાવી શકે છે. કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી શકે છે. આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનો ઉપયોગ કરી શકે છે અને રાષ્ટ્રીય ઓળખપત્ર પ્રાપ્ત કરવાની પણ હદકાર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news