નેપાળની વધારે એક અવળચંડાઇ, ડેમનાં રિપેરિંગમાં અવરોધ પેદા કર્યો, બિહારમાં પુરની શક્યતા

નેપાળની (NEPAL) વધારે એક વિચિત્ર હરકત સામે આવી છે. નેપાળની આ હરકતનાં કારણે બિહારમાં પુરની સ્થિતી સર્જાઇ શકે છે. નેપાળ સરકારે બિહારનાં પૂર્વી ચંપારણનાં ઢાકા તાલુકા વિ્તારમાં લાલ બકેલા નદી પર બની રહેલા તટીય બંધનાં પુન:નિર્માણનું કામ અટકાવી દીધું છે. બિહારનાં જળ સસાધન મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, નેપાળ ગંડક ડેમનું સમારકામ જરૂરી છે, જો કે નેપાળ સરકાર દ્વારા સમારકામ માટેની મંજુરી નથી આપવામાં આવી રહી. જ્યારે લાલ બકેયા નદીમાં નો મેન્સ લેન્ડ નો હિસ્સો છે. 
નેપાળની વધારે એક અવળચંડાઇ, ડેમનાં રિપેરિંગમાં અવરોધ પેદા કર્યો, બિહારમાં પુરની શક્યતા

નવી દિલ્હી : નેપાળની (NEPAL) વધારે એક વિચિત્ર હરકત સામે આવી છે. નેપાળની આ હરકતનાં કારણે બિહારમાં પુરની સ્થિતી સર્જાઇ શકે છે. નેપાળ સરકારે બિહારનાં પૂર્વી ચંપારણનાં ઢાકા તાલુકા વિ્તારમાં લાલ બકેલા નદી પર બની રહેલા તટીય બંધનાં પુન:નિર્માણનું કામ અટકાવી દીધું છે. બિહારનાં જળ સસાધન મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, નેપાળ ગંડક ડેમનું સમારકામ જરૂરી છે, જો કે નેપાળ સરકાર દ્વારા સમારકામ માટેની મંજુરી નથી આપવામાં આવી રહી. જ્યારે લાલ બકેયા નદીમાં નો મેન્સ લેન્ડ નો હિસ્સો છે. 

જળ સંસાધન મંત્રીના અનુસાર આ જગ્યા ઉપરાંત પણ નેપાળે અનેક અન્ય સ્થળો પર સમારકામ અટકાવી દીધું છે. તેમણે આગળ જણાવ્યું કે, જો આ મુદ્દે યોગ્ય સમયે ધ્યાન નહી આપવામાં આવે તો બિહારનાં મોટા હિસ્સામાં પુરનો ખતરો પેદા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગંડક નદી બેરેજનાં 36 દરવાજા છે, જેમાં 18 નેપાળના સીમા વિસ્તારમાં છે. ભારતે પોતાનાં વિસ્તારમાં આવનારા ફાટક સુધીના બંધનું દરેક વર્ષની જેમ આ વર્ષે પણ સમારકામ કરી દીધું છે. 

બીજી તરફ નેપાળ હિસ્સામાં આવતા 18થી લઇને 36 ફાટક સુધીનાં બંધનુ સમારકામ થઇ શકે તેમ નથી. નેપાળ બંધનુ સમારકામ કરવા માટે સામગ્રી નથી લઇ જવા દઇ રહ્યું. તે સતત આ વિસ્તારમાં અવરોધ પેદા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી ભારત અને ચીન ઉપરાંત ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં પણ તણાવ ચાલી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news