આજે પુત્રી મરિયમની સાથે પાકિસ્તાન પરત ફરશે નવાજ શરીફ, એરપોર્ટ થશે ધરપકડ
Trending Photos
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાજની આજે (શુક્રવારે) ધરપકડ થઇ શકે છે. પનામા પેપર્સ કૌભાંડ બાદ દેશમાંથી બહાર જતા રહેલા નવાજ શરીરફ આજે વતન પરત ફરી રહ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ તેમની પુત્રીની ધરપકડ થઇ શકે છે. નવાજ શરીફ અને તેની પુત્રીની ધરપકડના સમાચારો બાદ પાકિસ્તાનમાં તણાવનો માહોલ છે. દેશમાં વધતાં જતા તણાવની સ્થિતિને જોતાં વહિવટી તંત્રએ પહેલાં જ નેશનલ એકાઉંટેબિલિટી બ્યૂરો (નૈબ)ને બે હેલીકોપ્ટરની વ્યવસ્થા કરી છે, જેથી તેમને એરપોર્ટમાંથી જ ધપરકડ કરી જેલ મોકલી શકાય.
બે હેલીકોપ્ટરને તૈનાત કર્યા
પાકિસ્તાનન સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ્સના અનુસાર, પાકિસ્તાન પ્રશાસને એક હેલિકોપ્ટરને લાહોર તો બીજું ઇસ્લામાબાદ હવાઇઅડ્ડા પર તૈનાત કરવામાં આવ્યું છે, જેથી બંનેમાંથી કોઇપણ એક એરપોર્ટ પરથી તેમની વાપસી થાય તો ધરપકડ કરી શકાય.
નવાજ શરીફની પાર્ટી કરશે રેલી
એક તરફ નવાજ શરીફ પર ધરપકડનો ખતરો મંડરાઇ રહ્યો છે, તો બીજી તરફ તેમની રાજકીય પાર્ટી પીએમએલ-એન તેમના સ્વાગતમાં પ્રાંતના લાહોરમાં એક મોટી કરવા જઇ રહી છે. દેશભરમાં વધી રહેલા તણાવ અને રેલી ન કાઢવામાં આવે તેના માટે સાવચેતીના ભાગરૂપે પાકિસ્તાનની સ્થાનિક પોલીસે 100થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
લગ્ઝરી જેલમાં રહેશે નવાજ શરીરફ
ડોનના એક અહેવાલ અનુસાર નવાજ શરીફ અને મરિયમના લાહોર પહોંચતાં જ તેમની ધરપકડ કરવામાં આવશે. સમાચાર પત્રએ ગૃહ મંત્રાલયના સૂત્રોના હવાલેથી લખ્યું છે કે નવાજ શરીફને પૂર્વ સંસદ સભ્ય હોવાના નાતે 'શ્રેષ્ઠ શ્રેણી'ની જેલમાં રાખવામાં આવશે. પરંતુ જો મરિયમ જેલમાં 'લગ્ઝરી સેવાઓ' ઇચ્છે છે તો તેને પહેલાં એ સાબિત કરવું પડશે કે તે વાર્ષિક 6 લાખ અથવા તેનાથી વધુનો ઇન્કમ ટેક્સ ભરે છે.
પત્નીને અલ્લાહના ભરોસે છોડીને વતન પરત ફર્યો છું- શરીફ
પોતાની પુત્રી મરિયમ નવાજની સાથે સંવાદદાતાઓને સંબોધિત કરતાં પીએમએલ-એન પ્રમુખે કહ્યું હતું કે તે પોતાની પત્નીને ફરીથે આંખો ખોલતાં જોવાની પ્રાર્થના કરે છે અને રાષ્ટ્ર પાસે તેમના જલદી સ્વસ્થ થવા માટે દુઆ કરવાનો અનુરોધ કરે છે.
કોર્ટે નવાજને સંભળાઇ 10 વર્ષની સજા
પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાજને ભ્રષ્ટાચારમાં સંલિપ્ત હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટે નવાજ શરીફને એવેનડીલ્ડ રેફરેંસ કેસમાં કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે, તો બીજી તરફ પુત્રી મરિયમને 7 વર્ષની સજા સંભળાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે