અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્કવેર પર નમાજ પઢી, દુનિયાભરમાં છેડાઈ ચર્ચા

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસલમાનોએ ન્યૂયોર્કના વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર પર નમાજ પઢી. જેને લઈને હવે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્કવેર પર નમાજ પઢી, દુનિયાભરમાં છેડાઈ ચર્ચા

ન્યૂયોર્ક: અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસલમાનોએ ન્યૂયોર્કના વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર પર નમાજ પઢી. જેને લઈને હવે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. શનિવારે હજારોની સંખ્યામાં મુસ્લિમો ત્યાં ભેગા થયા અને રમજાનના પવિત્ર મહિનાની શરૂઆતના અવસરે તરાવીહની નમાજ અદા કરી. સોશિયલ મીડિયા પર સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું આ પ્રકારે લોકોની પરેશાની વધારીને રસ્તા પર નમાજ પઢવી યોગ્ય છે?

ન્યૂયોર્કનો સૌથી વ્યસ્ત એરિયા
ન્યૂઝ એજન્સી ANI ના રિપોર્ટ મુજબ અમેરિકાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે મુસ્લિમોએ ટાઈમ્સ સ્ક્વેર જેવી ચર્ચિત જગ્યા પર નમાજ પઢી છે. ટાઈમ્સ સ્ક્વેર ન્યૂયોર્કનો સૌથી વધુ વ્યસ્ત રહેતો વિસ્તાર છે. પર્યટકોને પણ તે ખુબ આકર્ષે છે. દર વર્ષે 50 મિલિયનથી વધુ પ્રવાસીઓ ત્યાં પહોંચે છે. આવામાં મસ્જિદની જગ્યાએ આ કમર્શિયલ એરિયામાં નમાજ પઢવા પર સવાલ ઉઠી રહ્યા છે. 

આયોજકોનું કહેવું છે કે અમેરિકામાં રહેતા મુસલમાનો ઈચ્છતા હતા કે રમજાનને ન્યૂયોર્ક સિટીના આ જાણીતા સ્થળ પર ઉજવવામાં આવે અને અન્ય લોકોને માહિતગાર કરાય કે ઈસ્લામ એક શાંતિપૂર્ણ ધર્મ છે. આયોજકોએ કહ્યું કે ઈસ્લામનને લઈને સમગ્ર દુનિયામાં અનેક ખોટી ધારણાઓ છે. અમે તે તમામ લોકોને અમારા ધર્મ વિશે જણાવવા માંગતા હતા. જે તેના અંગે કશું જાણતા નથી. 

એક આયોજકે કહ્યું કે ઈસ્લામ શાંતિનો ધર્મ છે. આમ છતાં ઈસ્લામને લઈને સમગ્ર દુનિયામાં અનેક પ્રકારની ખોટી ધારણાઓ ફેલાવવામાં આવે છે. દરેક સંસ્કૃતિ, ધર્મમાં ખોટી સોચવાળા લોકો મળી જશે અને આ મુઠ્ઠીભર લોકો બહુમતી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. અત્રે જણાવવાનું કે મુસ્લિમોનો પવિત્ર રમજાન મહિનો શનિવારથી શરૂ થયો છે. ચાંદ દેખાયા બાદ રમજાનની જાહેરાત કરાઈ છે. 

ઈસ્લામ આપણને આ નથી શીખવાડતો
આ બાજુ સોશિયલ મીડિયા પર તેને લઈને નવી ચર્ચા છેડાઈ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સોશિયલ મીડિયા ઈનફ્લૂઅન્સર હસન સજવાનીએ પણ તેના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે રસ્તા પર નમાજ પઢવાથી લોકોને અસુવિધા થાય છે. એકલા ન્યૂયોર્કમાં 270થી વધુ મસ્જિદ છે અને નમાજ પઢવા માટે વધુ સારા સ્થાન છે. તમારા ધર્મનું પ્રદર્શન કરવા માટે લોકોના રસ્તા રોકવાની કોઈ જરૂર નથી. ઈસ્લામ આપણને આ શિખવાડતો નથી. એ જ પ્રકારે અન્ય એક યૂઝરે લખ્યું કે હું પણ એક મુસલમાન છું. પરંતુ ટાઈમ્સ સ્ક્વેર પર નમાજ પઢવાનું સમર્થન કરીશ નહીં. જો કે કેટલાકે તેનું સમર્થન પણ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news