Victory Day Parade 2020: મોસ્કોમાં ચીનના રક્ષામંત્રી સામે ભારતીય સૈનિકોએ બતાવ્યું પરાક્રમ

રશિયાની રાજધાની મોસ્કોમાં 75મી વિક્ટ્રી ડે પરેડનું આયોજન કરાયું છે. આ પરેડ દ્વારા રશિયાએ દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડી. રશિયાની આ વિક્ટ્રી પરેડનું મહત્વ આ વખતે એટલા માટે વધી ગયું કારણ કે ગલવાનમાં ભારતનું પરાક્રમ જોયા બાદ ચીન અને હિન્દુસ્તાન બંને દેશોના રક્ષામંત્રી તથા બંને દેશોની સેનાઓની ટુકડી આ પરેડમાં સામેલ થયા હતાં. આ પરેડમાં ભારતની સૈન્ય ટુકડી પણ સામેલ થઈ જેણે વિદેશી જમીન પર ભારતીય તિરંગા સાથે માર્ચ પોસ્ટ કરી. 

Victory Day Parade 2020: મોસ્કોમાં ચીનના રક્ષામંત્રી સામે ભારતીય સૈનિકોએ બતાવ્યું પરાક્રમ

મોસ્કો: રશિયાની રાજધાની મોસ્કોમાં 75મી વિક્ટ્રી ડે પરેડનું આયોજન કરાયું છે. આ પરેડ દ્વારા રશિયાએ દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડી. રશિયાની આ વિક્ટ્રી પરેડનું મહત્વ આ વખતે એટલા માટે વધી ગયું કારણ કે ગલવાનમાં ભારતનું પરાક્રમ જોયા બાદ ચીન અને હિન્દુસ્તાન બંને દેશોના રક્ષામંત્રી તથા બંને દેશોની સેનાઓની ટુકડી આ પરેડમાં સામેલ થયા હતાં. આ પરેડમાં ભારતની સૈન્ય ટુકડી પણ સામેલ થઈ જેણે વિદેશી જમીન પર ભારતીય તિરંગા સાથે માર્ચ પોસ્ટ કરી. 

આ પરેડ માટે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના 105 જવાનો સામેલ થયા હતાં જ્યારે ભારતે મોસ્કોની પરેડ માટે ત્રણેય સેનાના 75 સૈનિકોની ટુકડીને મોકલી હતી. જેનું નેતૃત્વ એક કર્નલ રેન્કના અધિકારીએ કર્યું. ગલવાનમાં ચીનને પાઠ ભણાવ્યાં બાદ આજે ભારતીય સેનાની ટુકડીનો જોશ પણ બમણો જોવા મળ્યો. 

— ANI (@ANI) June 24, 2020

રશિયાના ઉપ પ્રધાનમંત્રી સાથે રાજનાથ સિંહે કરી બેઠક
રાજનાથ સિંહે રશિયાના ઉપપ્રધાનમંત્રી યુરી બોરિસોવ સાથે દ્વિપક્ષીય રક્ષા સંબંધો પર ચર્ચા કરી. રશિયાના ઉપપ્રધાનમંત્રી કોરોના વાયરસ મહામારીના પ્રતિબંધો હોવા છતાં તેમને મળવા માટે હોટલમાં આવ્યાં હતાં. રાજનાથ સિંહે કહ્યું કે બંને વચ્ચે વાતચીત સકારાત્મક રહી હતી. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે બંને વચ્ચે થયેલા કરારોને યથાવત રાખવામાં આવશે. માત્ર યથાવત જ નહીં પરંતુ અનેક મામલે ઓછા સમયમાં આગળ પણ ધપાવવામાં આવશે. ભારતના તમામ પ્રસ્તાવો પર રશિયા તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળી છે. ચર્ચાને લઈને સંપૂર્ણ સંતુષ્ટ છું. 

ચીનના રક્ષામંત્રીને નહીં મળે રાજનાથ સિંહ
મોસ્કોમાં સૈન્ય પરેડને બાદ કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તેમના ચીની સમકક્ષ વેઈ ફેંગે વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થવાની નથી. ચીની મીડિયાના એક અહેવાલમાં કહેવાયું હતું કે વેઈ અને રાજનાથ સિંહ મોસ્કોમાં સમારોહમાં ભાગ લેવાના છે  અને પૂર્વ લદાખમાં સરહદ પર ચાલી રહેલા તણાવને લઈને બંને વચ્ચે મુલાકાતની શક્યતા છે. 

જુઓ LIVE TV

રશિયા સાથે ડિફેન્સને લઈને ખાસ સહયોગ
રક્ષામંત્રીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે ખાસ કરીને ડિફેન્સને લઈને વિશેષ સહયોગ છે. તેમણે કહ્યું કે હતું કે ઉપપ્રધાનમંત્રી સાથે થયેલી વાતચીતથી તેઓ સંતુષ્ટ છે. ભારત અને રશિયા વચ્ચે 2018માં દુનિયાની સૌથી એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ S-400ની લગભગ 5 અબજ ડોલર એટલે કે,40,000 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી. ભારતે તેના પાંચ યુનિટ્સ ખરીદવાના કરાર કર્યા છે. આ એર ડિફેન્સ સિસ્ટમ દુશ્મનના એરક્રાફ્ટને આકાશમાં તોડી પાડી શકે છે. દુશ્મનના ક્રૂઝ, એરક્રાફ્ટ અને બેલિસ્ટિક મિસાઈલો તોડી પાડવામાં સક્ષમ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news