વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, અમેરિકામાં એક દિવસમાં 13.5 લાખ નવા કેસ, ચીનના ત્રણ શહેરમાં લૉકડાઉન

અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર સોમવાર 10 જાન્યુઆરીએ 1,36,604  દાખલ કરવામાં આવ્યા. તો પાછલા વર્ષે જાન્યુઆરીમાં એક દિવસમાં સૌથી વધુ 1,32,051 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, અમેરિકામાં એક દિવસમાં 13.5 લાખ નવા કેસ, ચીનના ત્રણ શહેરમાં લૉકડાઉન

વોશિંગટનઃ અમેરિકામાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે મળેલી જાણકારી અનુસાર એક દિવસમાં 13.5 લાખ કેસ સામે આવ્યા છે. કોઈપણ દેશમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસ આવવાની આ પ્રથમ ઘટના છે. આ પહેલા અમેરિકામાં ત્રણ જાન્યુઆરીએ 10 લાખ ત્રીસ હજાર કેસ સામે આવ્યા હતા. 

અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર સોમવાર 10 જાન્યુઆરીએ 1,36,604  દાખલ કરવામાં આવ્યા. તો પાછલા વર્ષે જાન્યુઆરીમાં એક દિવસમાં સૌથી વધુ 1,32,051 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અમેરિકામાં દરરોજ આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવતા સ્વાસ્થ્ય સેવાઓ પર મોટી અસર પડી છે. હોસ્પિટલમાં બેડ ખાલી થઈ ગયા છે. સરકારને દર્દીઓને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખુબ મહેનત કરવી પડી રહી છે. 

ચીનના વધુ એક શહેરમાં લૉકડાઉન, બે કરોડ પ્રભાવિત
કોરોનાના પ્રકોપને કારણે ચીનના વધુ એક શહેરમાં લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. હાલ ચીનના ત્રણ શહેરોમાં લૉકડાઉન છે. તેના કારણે દેશની બે કરોડ વસ્તી ઘરમાં બંધ છે. 

હજુ તે સ્પષ્ટ નથી કે અનયાંગ શહેરમાં લૉકડાઉન કેટલા દિવસ સુધી લાગૂ રહેશે કારણ કે એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મોટા પાયે ટેસ્ટ કરવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું નથી કે કેટલા દિવસ ટેસ્ટિંગ કરવામાં લાગી શકે છે. આ શહેરની વસ્તી 55 લાખ છે. 

આ સિવાય શિયાનમાં 1.3 કરોડ લોકો અને યુઝોઉમાં 11 લાખ લોકો પ્રતિબંધો વચ્ચે જીવી રહ્યાં છે. 

જાપાનમાં ફેબ્રુઆરીમાં વિદેશીઓ માટે પોતાની સરહદો બંધ રાખશે
જાપાનના પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદાએ મંગળવારે કહ્યુ કે, વૃદ્ધોને કોરોના વિરોધી રસીનો બૂસ્ટર ડોઝ આપવાનો કાર્યક્રમ ઝડપી બનાવવા અને કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનનો પ્રસાર રોકવા માટે ફેબ્રુઆરીમાં મોટાભાગના વિદેશી નાગરિકો માટે દેશની સરહદો બંધ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news