OMG...!! સ્પોર્ટ્સ બ્રા પહેરી મોડલ ફ્લાઈટમાં બેસી, સ્તનની સાઈઝ જોઈ પ્લેનમાંથી ઉતારી દેવાઈ

Viral News: મેરીએ જણાવ્યું હતું કે, સ્ટાફે તેને કહ્યું કે, હેડફોન લગાવવા અને ફ્લાઈટ અટેન્ડેન્ટના નિર્દેશ પર ધ્યાન ન આપવાને કારણે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે.

OMG...!! સ્પોર્ટ્સ બ્રા પહેરી મોડલ ફ્લાઈટમાં બેસી, સ્તનની સાઈઝ જોઈ પ્લેનમાંથી ઉતારી દેવાઈ

Viral News: હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર વાંચીને તમને આશ્ચર્ય લાગશે. એક મોડલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેના સ્તનની સાઈઝના કારણે તેને એક ફ્લાઈટમાંતી બહાર કાઢવામાં આવી છે અને તેને યાત્રા કરવાથી રોકવામાં આવી હતી. પોતાના લુક્સના કારણે થયેલી આ કાર્યવાહીને લઇને તેણે કહ્યું છે કે, એરલાઈન્સે તેને અમાનવીય ફિલ કરાવ્યું છે.

મળતી માહિતી અનુસાર, 25 વર્ષની મેરી મેગ્ડલીન 31 મેના કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર અમેરિકાના ડલાસ જવા માટે ફ્લાઈટમાં બેસવા ગઈ હતી. પરંતુ સિક્યોરિટી ક્લિયર કર્યા બાદ પ્લેનમાં બેસી ગયા પછી તેને અમેરિકન એરલાઈન્સના પ્લેનમાંથી ઉતરી જવા માટે કહેવામાં આવ્યું હતું. મેરીએ જણાવ્યું હતું કે, સ્ટાફે તેને કહ્યું કે, હેડફોન લગાવવા અને ફ્લાઈટ અટેન્ડેન્ટના નિર્દેશ પર ધ્યાન ન આપવાને કારણે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે.

પરંતુ મેરીનું માનવું છે કે, ખરેખરમાં તેના સ્તનની સાઈઝના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મેરીએ તે સમયે લેગિંગ્સ અને સ્પોટ્સ બ્રા પહેરી હતી. મેરીએ ઇન્સ્ટાગ્રામ પર આ વિશે જણાવ્યું હતું. મેરીએ વધુમાં લખ્યું હતું કે, લુક્સના કારણે મને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી. પ્લીઝ ભેદભાવ કરવાનું બંધ કરો. હું આ સમયે કેટલી શરમ અનુભવું છું અને અમાનવીય ફિલ કરી રહ્યું છે, તમને ખબર નથી.

મેરીએ વધુમાં લખ્યું- સ્પષ્ટ રીતે ફ્લાઈટ અટેન્ડેન્ટે મને પ્લાનમાંથી એટલા માટે બહાર કાઢી કેમ કે, હું ખુબ જ વધારે એક્સપ્લિસિટ દેખાઈ રહી હતી. પરંતુ કાયદાકીય રીતે તેઓ આ કારણથી મને યાત્રા કરવાથી રોકી શકે નહીં, તેથી તેમણે બહાનું બનાવવું પડ્યું. ફ્લાઈટમાંથી કાઢી મુક્યા બાદ મેરીએ એરલાઈન્સ પર કેસ કરવાની વાત કરી છે. પરંતુ અત્યાર સુધી આ મામલે કોઈ એક્શન લેવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, મેરી અત્યારસુધીમાં 1 કરોડ રૂપિયાથી વધારાની કોસ્મેટિક સર્જરી કરાવી ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news