Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી, 24 કલાકમાં 3 એનકાઉન્ટર, 4 આતંકી ઢેર
Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને શોપિયાં જિલ્લામાં અથડામણમાં ત્રણ આતંકી માર્યા ગયા, જેમાંથી એક પાકિસ્તાની છે.
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા માટે સેના સતત અભિયાન ચલાવી રહી છે. અહીં સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં જુદી-જુદી 3 અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કરી દીધા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રમાણે શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઢેર કરી દીધો. અથડામણ શોપિંયાના બગીમર્ગ-અલૌરા વિસ્તારના બાગમાં થઈ હતી.
માર્યા ગયેલા આતંકીની ઓળખ કુલગામમાં રહેતા નદીમ અહમદના રૂપમાં થઈ છે. પોલીસે કહ્યું કે નદીમ હિઝ્બુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલો હતો અને ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. નદીમ કુપવાડામાં પંચની હત્યામાં પણ સામેલ રહી ચુક્યો છે.
આ પહેલાં દિવસે કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યો જેમાં એકનો સંબંધ પાકિસ્તાન સાથે હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે કુપવાડાના ચકતારસ કંડી વિસ્તારમાં આતંકીઓની હાજરીની સૂચના મળતા ત્યાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આતંકીઓએ જવાબી કાર્યવાહી કરનાર સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. કાશ્મીરના આઈજી વિજય કુમારે ટ્વીટ કર્યું- એક પાકિસ્તાની આતંકવાદી તુફૈલ સહિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા.
આ પહેલાં સોમવારે બારામૂલા જિલ્લામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં એક લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની આતંકી માર્યો ગયો હતો. જ્યારે ત્રણ આતંકીઓ ભાગી ગયા હતા. પોલીસના અધિકારી પ્રમાણે સોપોરના જાલૂર વિસ્તારના પાનીપુરા જંગલમાં આતંકીઓની હાજરી વિશે વિશેષ સૂચના પર કાર્યવાહી કરતા સુરક્ષાદળોએ ત્યાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે