Miss World 2021: મિસ વર્લ્ડ પ્રતિયોગિતા પર કોરોનાનો ખતરો, ભારતની મનસા સહિત 23 સ્પર્ધકો પોઝિટિવ
મિસ વર્લ્ડ 2021ની ફિનાલેનું આયોજન પ્યૂર્ટો રિકોના જોસ મિગુએલ એગ્રેલોટ કોલિજિયમમાં થનાર હતું, પરંતુ ઈવેન્ટના થોડાક જ કલાક પહેલા જ તેની જાહેરાત કરવામાં આવીછે. કોરોનાના કારણે હવે આ ફિનાલે બાદમાં આયોજિત કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. તેની અસર બ્યૂટી કોન્ટેસ્ટ મિસ વર્લ્ડ 2021 પ્રતિયોગિતાની ફિનાલે ઉપર પણ પડ્યો છે અને 23 કોન્ટેસ્ટેંટના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી તો ગ્રાન્ડ ફિનાલે મુલતવી રાખવામાં આવી છે. ભારતના મનસા વારાણસી સહિત કુલ 23 સહભાગીઓ કોરોના સંક્રમિતોમાં સામેલ છે.
મિસ વર્લ્ડ ફિનાલેનું આયોજન ટળ્યું
મિસ વર્લ્ડ 2021ની ફિનાલેનું આયોજન પ્યૂર્ટો રિકોના જોસ મિગુએલ એગ્રેલોટ કોલિજિયમમાં થનાર હતું, પરંતુ ઈવેન્ટના થોડાક જ કલાક પહેલા જ તેની જાહેરાત કરવામાં આવીછે. કોરોનાના કારણે હવે આ ફિનાલે બાદમાં આયોજિત કરવામાં આવશે. મિસ વર્લ્ડ પ્રતિયોગિતાના આયોજકો તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં સ્ટાફથી લઈને પ્રતિભાગીઓની સુરક્ષાનો હવાલો આપીને ફિનાલે ટાળવાનો નિર્ણય કર્યો છે.
97માંથી 23 કન્ટેંસ્ટેંટ કોરોના સંક્રમિત
નિવેદન પ્રમાણે પ્રતિભાગીઓને પ્યૂર્ટો રિકોમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે, જ્યાં આ ફિનાલેનું આયોજન થનાર હતું. સાથે જણાવવામાં આવ્યું છે કે 97માંથી 23 કન્ટેંસ્ટેંટ કોરોના સંક્રમિત થયા છે. તેના સિવાય અમુક સ્ટાફ મેમ્બર્સ પણ સંક્રમિત થયા હોવાની જાણકારી મળી છે.
કોરોના સંક્રમિતોમાં ભારતની મનસા વારાણસી પણ સામેલ છે. જેણે મિસ ઈન્ડિયા વર્લ્ડ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય બ્યૂટી પ્રતિયોગિતા મિસ વર્લ્ડ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈજેશન એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અમને વિશ્વાસ થઈ રહ્યો નથી કે મનસા વારાણસી પોતાની કડક મહેનત અને સમર્પણ આપ્યા પછી પણ વર્લ્ડ લેવલ પર તેનું ગૌરવ ફેલાવી શકશે નહીં. જો કે, તેમની સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે