Rakhi Sawant એ ફરી શરમ નેવે મૂકી, બ્રાને કેમેરા સામે ગણાવી તિજોરી

'બિગ બોસ 15' (Bigg Boss 15) હવે તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. જેમ જેમ શો સમાપ્ત થઈ રહ્યો છે, તેના સ્પર્ધકો શક્ય તેટલી ઝડપથી બેશરમી તરફ આગળ વધી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં તમામ સ્પર્ધકો સખત મહેનત કરી રહ્યા છે અને ફિનાલે સુધી પહોંચવામાં કોઈ કસર છોડતા નથી.

Rakhi Sawant એ ફરી શરમ નેવે મૂકી, બ્રાને કેમેરા સામે ગણાવી તિજોરી

નવી દિલ્હીઃ 'બિગ બોસ 15' (Bigg Boss 15) હવે તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. જેમ જેમ શો સમાપ્ત થઈ રહ્યો છે, તેના સ્પર્ધકો શક્ય તેટલી ઝડપથી બેશરમી તરફ આગળ વધી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં તમામ સ્પર્ધકો સખત મહેનત કરી રહ્યા છે અને ફિનાલે સુધી પહોંચવામાં કોઈ કસર છોડતા નથી. આ દરમિયાન એક ટાસ્કમાં રાખી સાવંતે ફરીથી પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરીને શરમ છોડી દીધી છે.

શમિતાને બ્રામાં સામાન રાખવાની આપી સલાહ
આ ટાસ્કમાં રાખી સાવંત (Rakhi Sawant) ને ઓપરેટરનું કામ આપવામાં આવ્યું હતું. ટાસ્ક શરૂ થાય તે પહેલા જ રાખીએ ભૂમિકા જમાઇ અને શમિતા શેટ્ટી (Shamita Shetty) ને કહ્યું તે કેટલીક વસ્તુઓ છુપાવી લે. ઉલ્લેખનીય છે કે શમિતા આ ટાસ્કમાં ચોર બની ગઈ હતી. ટાસ્કમાં રાખી સાવંતે શમિતાને કહ્યું કે જ્યારે સ્પર્ધકો લડાઈમાં વ્યસ્ત હશે, ત્યારે તે બધાનું ધ્યાન ભટકાવીને તેમને વ્યસ્ત રાખશે. રાખીએ શમિતાની બ્રા તરફ ઈશારો કરતાં કહ્યું, 'ચોરી કરીને સંતાડી લેજે.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

શમિતાને થયું આશ્વર્ય
રાખી સાવંતની વાત સાંભળીને શમિતા સ્તબ્ધ થઈ ગઈ અને પૂછે છે કે તે પોતાની બ્રામાં બધી વસ્તુઓ કેવી રીતે છુપાવી શકશે? ત્યારે રાખીએ કહ્યું, 'ભગવાને કદાચ કંઈ ન આપ્યું હોય, આપણને ફિકસ્ડ તિજોરી આપી છે.' આ સાંભળીને શમિતા હસી પડે છે અને કહે છે, 'રાખી આઈ લવ યુ.'

રાખી બની ફાઇનલિસ્ટ
તમને જણાવી દઈએ કે રાખી સાવંત 'બિગ બોસ 15'ની પ્રથમ ફાઇનલિસ્ટ તરીકે સામે આવી છે. શોમાં બાકીના ફાઇનલિસ્ટને લઈને હજુ પણ ટાસ્ક ચાલુ છે. તમામ ટિકિટ ટૂ ફિનાલે માટે કંઈ પણ કરવા તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news