વ્લાદિવોસ્તોકઃ રશિયાનું એક એવું શહેર જ્યાં વસે છે 'મિની ગુજરાત'

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મંગળવારે ભારત-રશિયા વચ્ચેની વાર્ષિક દ્વિપક્ષીય બેઠક અને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે વ્લાદિવસ્તોક રવાના થયા છે ત્યારે આ આવો આ શહેર અને અહીં વસેલા ગુજરાતીઓ વિશે જાણીએ 
 

વ્લાદિવોસ્તોકઃ રશિયાનું એક એવું શહેર જ્યાં વસે છે 'મિની ગુજરાત'

વ્લાદિવોસ્તોકઃ રશિયાના પૂર્વમાં આવેલા બંદરગાહ શહેર વ્લાદિવોસ્તોક અંગે તમે વિચારો અથવા નકશો જૂઓ તો તમને જરા પણ ખ્યાલ નહીં આવે કે અહીં ગુજરાતના હીરા વેપારીઓની મોટી સંખ્યા હશે. આ એક ફ્રી પોર્ટ છે અને વૈશ્વિક પ્રવાસીઓ માટે ઘર જેવું શહેર છે. અહીં ચીન, કોરિયા અને ભારતના વેપારીઓ મોટી સંખ્યામાં આવીને વસ્યા છે. 

ભારતીયોની વસ્તી પ્રમાણમાં ઓછી છે, પરંતુ તેઓ શહેરમાં વધુ પ્રભાવશાળી છે. ભારતીયોમાં પણ સૌથી વધુ વસતી ગુજરાતીઓની છે. ગુજરાતી લોકો અહીં હીરા અને ચાના વેપાર સાથે સંકળાયેલા છે. વૈશ્વિક હીરા ઉદ્યોગના કારણે આ શહેરનો જોરદાર વિકાસ થયો છે અને તેનો સૌથી વધુ ફાયદો ગુજરાતીઓએ ઉઠાવ્યો છે. 

ગુજરાતના હીરા વેપારીઓના કારણે શહેરનો વિકાસ જોઈને હવે દક્ષિણ આફ્રિકા, રશિયા અને બોત્સવાનાની ઈચ્છા છે કે, તેમના મોટા હીરાની પણ અહીં પોલીશ કરવામાં આવે અને તેમના દેશમાં તેની છટણી કરવામાં આવે. તેઓ રાષ્ટ્રીય ક્ષેત્રના અંદર ટકી રહેવા માટે કાચા માલનો વધુ ભાવ માગી રહ્યા છે. જેણે ગુજરાતી અને રાજસ્થાની હીરા વેપારીઓને વિવિધતા લાવવા અને વૈશ્વિક બનવા માટે પ્રોત્સાહન આપ્યું છે. 

હવે, ગુજરાતી હીરા વેપારીઓએ રશિયા અને આફ્રિકામાં દુકાનો ખોલી દીધી છે. આ વિસ્તારની સાથે જ કુશળ ગુજરાતી હીરા કારીગરો માટે એક નવો રસ્તો પણ ખુલ્યો છે. સુરતથી અહીં હીરા ઘસવા આવનારા કારીગરની દરેક નાની-નાની બાબતનું વેપારીઓ ધ્યાન રાખે છે. 

ગુજરાતીઓ શાકાહારી હોવાના કારણે તેઓ જે કંપનીમાં કામ કરે છે તેમના દ્વારા કંપનીમાં જ કેન્ટિન ખોલવામાં આવી છે અને શુદ્ધ-સાત્વિક ગુજરાતી ભોજન આપવામાં આવે છે. ભોજન બનાવવા માટે ખાસ ગુજરાતના મહારાજને પણ બોલાવાયા છે. 

થોડા દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વ્લાદિવસ્તોકની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે અહીં ગુજરાતીઓ સાથે વિશેષ મુલાકાત કરી હતી. સાથે જ હીરા વેપારીની કેન્ટિનમાં ગુજરાતીઓ સાથે બેસીને તેમણે ભોજન પણ લીધું હતું. વ્લાદિવોસ્તોકમાં ગુજરાતી ખાખરા, થેપલા વગેરે સરળતાથી મળી જાય છે. 

ઝી મીડિયાની સહયોગી ચેનલ વીઓન (WION) સાથે વાત કરતા હીરા વેપારી રાજેશ કોઠારીએ જણાવ્યું કે, 'હીરા ઉદ્યોગને સુરતમાંથી સ્થાનાંતરિત નથી કરવામાં આવી રહ્યો, પરંતુ તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.'

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news