આ વ્યક્તિ પૈસા કમાવવા કરતો હતો એવું કામ, જાણીને પોલીસે પણ બે હાથ જોડ્યા

ચીનમાં એક વ્યક્તિએ પૈસા કમાવવા માટે જે કર્યું તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. 

આ વ્યક્તિ પૈસા કમાવવા કરતો હતો એવું કામ, જાણીને પોલીસે પણ બે હાથ જોડ્યા

નવી દિલ્હી: પૈસા કમાવવા માણસ કેવા કેવા કામો કરતો હોય છે તેના નિતનવા કિસ્સા સામે આવે છે. કોઈની હત્યા કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. જો કે ચીનમાં એક વ્યક્તિએ પૈસા કમાવવા માટે જે કર્યું તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. 

વાત જાણે એમ હતી કે થોડી દિવસો પહેલા ચીનમાં એક વ્યક્તિના ભોજનમાં મરેલો ઉંદર મળવાના અહેવાલ આવ્યાં. મળતી માહિતી મુજબ રેસ્ટોરામાં આ વ્યક્તિ જ્યારે ભોજન માટે  પહોંચ્યો તો તેની થાળીમાં મરેલો ઉંદર હતો. ત્યારબાદ તેણે રેસ્ટોરાના માલિકને તેની જાણકારી આપી. રેસ્ટોરાના માલિકે તરત જ તે વ્યક્તિનું ભોજન બદલાવી દીધુ. 

માલિકે આપી પૈસાની ઓફર
તે વ્યક્તિને ફ્રીમાં ખાવાનાની ઓફર કર્યા બાદ રેસ્ટોરાના માલિકે તેને પૈસા પણ ઓફર કર્યાં. જેથી કરીને તે બહાર જઈને કોઈને પણ ઉંદર મળ્યાની વાત ન કરે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રેસ્ટોરાના માલિકે 20 હજાર યુઆન(લગભગ 2 લાખ રૂપિયા) ઓફર કર્યાં. ગુઓ નામના આ વ્યક્તિએ તેને ફગાવીને 5 મિલિયન યુઆન (5 કરોડ રૂપિયા)ની માગણી કરી. 

પોલીસ પાસે પહોંચ્યો કેસ
રેસ્ટોરાના માલિક અને વ્યક્તિ વચ્ચેનો મામલો પરસ્પર ન ઉકેલાતા તેમણે પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ કરી અને જાણવા મળ્યું કે આ વ્યક્તિએ પોતે જ પોતાની પ્લેટમાં મરેલો ઉંદર નાખ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ થઈ . 

જુઓ LIVE TV

પૈસા કમાવવાનો હતો પ્લાન
પોલીસ પૂછપરછમાં વ્યક્તિએ જણાવ્યું કે તે આ બધુ પૈસા કમાવવા માટે કરતો હતો. પોલીસને શક છે કે આ અગાઉ પણ આ વ્યક્તિ પૈસા કમાવવા માટે આવા અનેક મામલાને અંજામ આપી ચૂક્યો હશે. રેસ્ટોરાના માલિક પોતાની હોટલની શાખ જાળવવા માટે યુવકના ચક્કરમાં ફસાયા હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news