ભારતને છંછેડવાનું ફળ...માલદીવમાં રાજકીય ઉથલપાથલ! શું જશે Muizzu ની સરકાર?

ભારતની તાકાતને અવગણવું એ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુને ભારે પડી શકે છે. પહેલેથી જ માલદીવનો વિપક્ષ  ભારત સાથે સંબંધોમાં ખટાશ લાવવા બદલ નવી સરકારને દોષિત ઠેરવી રહ્યો છે ત્યાં હવે રાષ્ટ્રપતિ મોઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પણ જાણે તૈયારીઓ થઈ રહી છે. 

ભારતને છંછેડવાનું ફળ...માલદીવમાં રાજકીય ઉથલપાથલ! શું જશે Muizzu ની સરકાર?

ભારતની તાકાતને અવગણવું એ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુને ભારે પડી શકે છે. પહેલેથી જ માલદીવનો વિપક્ષ  ભારત સાથે સંબંધોમાં ખટાશ લાવવા બદલ નવી સરકારને દોષિત ઠેરવી રહ્યો છે ત્યાં હવે રાષ્ટ્રપતિ મોઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પણ જાણે તૈયારીઓ થઈ રહી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુને હટાવવાની પહેલ ત્યાંના સંસદીય અલ્પસંખ્યક નેતા અલી અઝીમે કરી છે. તેમણે માલદેવના નેતાઓને મોઈઝુને ખુરશી પરથી હટાવવામાં મદદ  કરવાની ભલામણ કરી છે. અલી અઝીમે કહ્યું કે અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) પાર્ટી માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈ પણ પાડોશી દેશને વિદેશ નીતિથી અલગ થલગ થવા દઈશું નહીં. તેમણે પોતાની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે શું તેઓ રાષ્ટ્રપતિ મોઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે?

— 𝐀𝐥𝐢 𝐀𝐳𝐢𝐦 (@aliaazim) January 8, 2024

ટુરિઝમ એસોસિએશને પણ કરી આલોચના
ભારત સાથે પંગો લેવો માલદીવને ભારે પડી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય પર્યટકોનું બુકિંગ કેન્સલ થતા અને ટ્રાવેલ કંપનીઓના વિરોધ બાદ હવે માલદીવના ટુરિઝમ એસોસિએશને પણ પોતાના મંત્રીઓની ટીકા કરી છે. માલદીવ એસોસિએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી (MATI) એ નિવેદન બહાર પાડતાક હ્યું કે તેઓ ભારતીય પ્રધાનમંત્રી અને ભારતના લોકો વિરુદ્ધ પોતાના મંત્રીઓની ટિપ્પણીની ટીકા કરે છે. 

માલદીવ ટુરિઝેમ એસોસિએશને કહ્યું કે ભારત આપણું નજીકનો પાડોશી અને સહયોગી છે. ઈતિહાસમાં જ્યારે પણ આપણા દેશ પર સંકટ આવ્યું તો સૌથી પહેલી પ્રતિક્રિયા ભારત તરફથી આવી છે. સરકારની સાથે સાથે અમે ભારતના લોકોના પણ આભારી છીએ કે તેમણે અમારી સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવ્યા. માલદીવના ટુરિઝમ ક્ષેત્રમાં પણ ભારત સતત મહત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે. કોવિડ 19 બાદ તેનાથી અમારા ટુરિઝમ સેક્ટરને બહાર આવવામાં મોટી મદદ મળી છે. માલદીવ માટે ભારત ટોચના બજારોમાંથી એક છે. 

— Sidhant Sibal (@sidhant) January 9, 2024

ભૂલનું થયું ભાન!
વાતનું વતેસર થઈ જતા હવે એવા સમાચાર છે કે માલદીવ સરકારે આ મહિનાના અંતમાં પોતાના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુની ભારત યાત્રાનો પ્રવાસ પ્રસ્તાવ મૂક્યો છે. અત્રે જણાવવાનું કે હાલ તો મોઈઝુ ચીનના પ્રવાસ છે અને તેમણે ચીનને સદાબહાર મિત્ર ગણાવ્યું છે. જો કે ચીને સ્પષ્ટ કર્યું છે કે તેમના તરફથી માલદીવને ન તો ઉક્સાવવામાં આવ્યું છે કે ન તો કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે. મોઈઝુએ ગત વર્ષ નવેમ્બરમાં પદભાર સંભાળ્યો હતો. સત્તામાં આવ્યા બાદથી તેઓ અત્યાર સુધીમાં તુર્કી, યુએઈ, અને ચીનની મુલાકાત લઈ ચૂક્યા છે. પરંતુ આ માલદીવની પરંપરાથી અલગ છે કારણ કે આ અગાઉ માલદીવમાં કોઈ પણ રાષ્ટ્રપતિ ચૂંટાય તો તેઓ પ્રથમ ભારત પ્રવાસ કરતા હતા. 

ભારત વિરોધી હતો મોઈઝુનો એજન્ડા
રાષ્ટ્રપતિ મોઈઝુ ભારત વિરોધી મુદ્દા પર સત્તામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચારમાં તેઓ કહેતા હતા કે જો સત્તા મળી તો તેઓ ભારતની સેનાને પાછી મોકલી દેશે. એટલું જ નહીં તેઓ ભારત સાથે હાઈડ્રોગ્રાફિક સમજૂતિ પણ રિન્યુ નહીં કરે. માલદીવના મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી ભારતીય પીએમ વિરુદ્ધ ટિપ્પણીઓની સાથે જ દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ પેદા  થઈ ગયો. માલદીવ સરકારે વિવાદાસ્પદ નિવેદનોના જવાબમાં અપમાનજનક ટિપ્પણીઓ કરનારા મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને સરકારને તેનાથી દૂર કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news