Luxury Cars: ચોરોએ 60 સેકેન્ડમાં ચોરી 7 કરોડની 5 લગ્ઝરી કારો, પોલીસ પણ ચોકી ગઈ, જુઓ વીડિયો
Amazing robbery video: માત્ર 60 સેકેન્ડમાં ચોરોએ 7 કરોડની પાંચ કાર ચોરી છે. તેમાંથી બે પોર્શ કાર અને એક મર્સિડીઝ મેબેક પણ સામેલ છે. આ ચોરી એવા અંદાજમાં કરી કે પોલીસ પણ હજુ ચોરને શોધી શકી નથી. જુઓ વીડિયો..
Trending Photos
નવી દિલ્હીઃ Viral video luxury cars: તમે ફિલ્મમાં તો ખુબ કારની ચોરી થતા જોઈ હશે, જેમાં ચોર અલગ-અલગ અંદાજમાં હાઈટેક ચોરી કરે છે, પરંતુ આજે અમે એવો વીડિયો બતાવી રહ્યાં છીએ. જેને જોઈને તમે વિચારશે કે આ જરૂર કોઈ પિક્ચરનો સીન છે કારણ કે ચોરોએ માત્ર 60 સેકેન્ડમાં 7 કરોડ રૂપિયાથી વધુ કિંમતની કારોની ચોરી કરી છે. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ વીડિયો જોઈને પોલીસ પણ ચોકી ગઈ છે. આ ચોરોએ એટલી શાતિર રીતે કારની ચોરી કરી કે હજુ સુધી પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી. તમે પણ જુઓ આ વીડિયો...
કેમ્પસમાં ઘુસ્યા અને પાંચ કારની ચોરી કરી
માત્ર 60 સેકેન્ડમાં ચોર પાંચ લગ્ઝરી કારને ઉપાડી જતા રહે છે. આ મામલો ઈંગ્લેન્ડના એસેક્સ કાઉન્ટીનો છે. જ્યાં ચોરોએ રાત્રે માત્ર ગણતરીની સેકેન્ડમાં ચોરી કરી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ પાંચ કારની કિંમત 7 કરોડથી વધુ જણાવવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડના એસેક્સ કાઉન્ટીમાં થુરાંક બોરોની પાસે બુલફાન ગામમાં બ્રેટવુડ રોડ પર સ્થિત એક કેમ્પસમાં ચોર પહોંચ્યા હતા. તેમણે પહેલા બે પોર્શ કાર અને એક મર્સિડીઝ મેબેક સહિત કુલ પાંચ કારોને કેમ્પસમાંથી બહાર કાઢી હતી. તેમાંથી એક ચોરે ગેટ ખોલ્યો અને બાકી ચોરોએ એક બાદ એક કાર બહાર કાઢી હતી.
We are currently investigating an incident where multiple luxury cars were stolen from a unit on Brentwood Road in #Bulphan on 11 November.
Did you witness anything suspicious? If so, please contact us. pic.twitter.com/2huktS0PJI
— Essex Police (@EssexPoliceUK) December 5, 2022
ચોરોને પકડવામાં પોલીસ ખળભળાટ મચી ગઈ, જનતાની મદદ માંગી
પોલીસે આ બદમાશોને પકડવા માટે ભારે જહેમત ઉઠાવી છે. સ્થાનિક પોલીસે હવે ત્યાંના લોકો પાસેથી મદદ માંગી છે. ઈંગ્લેન્ડમાં થયેલી આ ચોરીએ જનતા અને અધિકારીઓને ચોંકાવી દીધા છે. પોલીસે પોતે આ ઘટનાનો વીડિયો વાયરલ કર્યો છે અને લોકોને વિનંતી કરી છે કે તેઓ જે પણ માહિતી હોય તે પોલીસ સાથે શેર કરે. એસેક્સ પોલીસ કાર અને ચોરોને શોધી રહી છે. તે જ સમયે, પોલીસ મર્સિડીઝ મેબેક કારને રિકવર કરવામાં સફળ રહી છે.
આ રીતે કેમ્પસમાં ઘુસ્યા ચોર
ચોરીની મામલાના નિષ્ણાંતોએ પોલીસને જણાવ્યું કે ચોરોએ કેમ્પસમાં જવા માટે પહેલા સામેવાળા ગેટનો એક બોલ્ટ કાપી નાખ્યો અને પછી ત્યાં ઘુસીને ઘટનાને અંજામ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે