કોરોનાની તેજ રફતાર બાદ અહીં લાગ્યું લોકડાઉન, હવે કોઈ નહીં નીકળી શકે ઘરમાંથી
કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા ચીને પશ્ચિમી શિયાન શહેરમાં લોકડાઉન લગાવી દીધું છે. વુહાનમાં કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારથી આ શહેર તરફ ચીનનું આ સૌથી મોટું પગલું છે. ચીન માટે પણ આ ચિંતાજનક છે કારણ કે ત્યાં ફેબ્રુઆરી 2022માં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાવાની છે.
Trending Photos
બેઇજિંગઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. કોરોના આવ્યાને લગભગ 2 વર્ષ થઈ ગયા છે, ત્યારથી ઘણા દેશોમાં ઘણી વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ચીન પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા ચીને પશ્ચિમી શિયાન શહેરમાં લોકડાઉન લગાવી દીધું છે. વુહાનમાં કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારથી આ શહેર તરફ ચીનનું આ સૌથી મોટું પગલું છે. ચીન માટે પણ આ ચિંતાજનક છે કારણ કે ત્યાં ફેબ્રુઆરી 2022 માં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાવાની છે.
લોકોને ઘરમાં રહેવા આપી સૂચના
શિયાન શહેરમાં લાદવામાં આવેલ લોકડાઉન દર્શાવે છે કે બે વર્ષ પહેલા વુહાનમાં સામે આવેલા કેસ પછી વાયરસ પર ચીનનું વલણ કેટલું કડક છે. તમને જણાવી દઈએ કે શિયાન શહેરની 1 કરોડ 30 લાખ વસ્તીને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર જવા માટે માત્ર એક જ વ્યક્તિની નિમણૂક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શહેરની બહાર બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 14 જિલ્લામાં 127 લોકો સંક્રમિત મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેબ્રુઆરીમાં યોજાશે મોટો કાર્યક્રમ
નોંધનીય છે કે ચીનમાં કોરોનાના મામલા એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે ફેબ્રુઆરીમાં વિન્ટર ઓલિમ્પિક યોજાવાની છે. ઉનાળામાં તબાહી મચાવ્યા બાદ ડેલ્ટાની અસરમાં ભારે ઘટાડો થયો છે. પરંતુ હવે નવા વેરિઅન્ટ Omicron એ ચિંતા વધારી છે, જે જૂના વાયરસ સામે રક્ષણ માટે વેક્સીન ડોઝને પડકારી રહી છે.
ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર પ્રતિબંધ
ચીનના શિયાન શહેરમાં લાગુ કરાયેલ લોકડાઉને ચીન દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ એક મોટું પગલું છે. ડેલ્ટા વાયરસ સામે લડવા માટે ચીને ભૂતકાળમાં આવા જ પગલાં લીધા હતા અને ત્યારબાદ દેશમાં કોરોના વાયરસના કેસ 0 થઈ ગયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, શિયાનથી અન્ય સ્થળોએ સંક્રમણને રોકવા માટે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે