તાનાશાહ કિમ જોંગ ઉન વિશે થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોઈને કોઈ રીતે ચર્ચામાં અવશ્ય રહે છે. ક્યારેક પોતાની તાનાશાહી તો ક્યારેક પોતાના વ્યવહારના કારણે કિમ જોંગ ઉન ચર્ચામાં રહે છે. તેમનું જીવન ખુબ રસપ્રદ છે.

તાનાશાહ કિમ જોંગ ઉન વિશે થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

નવી દિલ્હી: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોઈને કોઈ રીતે ચર્ચામાં અવશ્ય રહે છે. ક્યારેક પોતાની તાનાશાહી તો ક્યારેક પોતાના વ્યવહારના કારણે કિમ જોંગ ઉન ચર્ચામાં રહે છે. તેમનું જીવન ખુબ રસપ્રદ છે. પોતાના પરિવારના જ કેટલાક લોકો અને પોતાની હકુમતના કેટલાક ઓફિસરોનો તેમણે મોતને ઘાટ ઉતારાવી દીધા છે. 

હવે એક પુસ્તકમાં તેમના જીવનના કેટલાક અજાણ્યા પહેલુઓ દુનિયાની સામે લાવવામાં આવે છે. વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર એના ફિફીલ્ડના પુસ્તક 'ધ ગ્રેટ સક્સેસર: ધ ડિવાઈનલી પરફેક્ટ ડેસ્ટિની ઓફ બ્રિલિઅન્ટ કોમરેડ કિમ જોંગ ઉન'માં જણાવવામાં આવ્યું છે કે આખરે કઈ રીતે મશીનોની સાથે રમીને બાળપણ ગુજારનારું બાળક તાનાશાહ બની ગયું.

એના ફિફીલ્ડના પુસ્તકના કેટલકા ભાગોને વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તક મુજબ કિમ જોંગ ઉને આ અગાઉ ક્યારેય બાળપણથી લઈને જવાની સુધીમાં બહારની  દુનિયા જોઈ નહતી. કિમ જોંગ ઉન શાળાએ પણ ગયા નથી. તેમનો અભ્યાસ તેમના શાહી મહેલમાં જ થયો. આથી તેમનો કોઈ મિત્ર પણ નહતો. 

કિમ જોંગ ઉને છેલ્લા બે વર્ષથી મિસાઈલોના અંધાધૂંધ પરીક્ષણ કરીને અમેરિકાની ઊંઘ ઉડાવી દીધી છે. જો કે બાદમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પણ કરી. ત્યારબાદ કઈંક ઠેકાણે પડ્યું. પરંતુ તેમને મશીનો સાથે રમવાનો શોખ તો બાળપણથી હતો. તેમની પાસે મશીનો, વિમાનોના મોડલ અને સમુદ્રી જહાજોવાળા રમકડાં રહેતા હતાં. તેમને તેનો ખુબ શોખ હતો. 

જુઓ LIVE TV

તેઓ વિમાનો અને સમુદ્રી જહાજો અંગે વધુમાં વધુ જાણકારી બાળપણમાં જ મેળવવા માંગતા હતાં. તેઓ એ જાણવા ઉત્સુક રહેતા હતાં કે આખરે વિમાન ઉડે છે કેવી રીતે, સમુદ્રી જહાજ પાણીમાં તરે છે કેવી રીતે. આ માટે તેઓ પોતાના મશીનો અંગે આઠ વર્ષની ઉંમરમાં જ વિશેષજ્ઞો પાસેથી રાતો જાગીને જાણકારી મેળવતા હતાં. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને દેશની સત્તા 2011માં 27 વર્ષની ઉંમરે સંભાળી હતી. કિમને દેશની સત્તા વારસાગત રીતે મળી હતી. પરંતુ પુસ્તક મુજબ તેમના નીકટના લોકોના જણાવ્યાં અનુસાર તેમની અંદર તાનાશાહીના લક્ષ્ણો બાળપણથી જ હતા. 

કિમ જોંગ ઉનનું આખું બાળપણ શાહી મહેલમાં જ પસાર થયું. તેમણે પોતાનું બાળપણ અને કિશોરાવસ્થા એકાંત મહેલમાં વિતાવ્યાં. સત્તા, પાવર અને નોકરી સાથે કેવી રીતે વાત કરવાની તે તેમના વ્યવહારમાં બાળપણથી જ જોવા મળ્યું હતું. એકવાર બાળપણમાં કિમ જોંગ ઉનની મુલાકાત પહેલીવાર જાપાનના શેફ સાથે થઈ હતી. તેણે હાથ મિલાવવાની જગ્યાએ તેને એવી રીતે ઘૂર્યા કર્યું કે જાણે તે કોઈ દુશ્મન દેશની વ્યક્તિ હોય. 

એનાના પુસ્તક મુજબ કિમ જોંગ ઉનનો શાહી પરિવાર દેશના એક ખાસ ભાગમાં ઉગાડવામાં આવતા ચોખા જ ખાતો હતો. ખેતરોમાં ખાસ મહિલા મજૂરોને તહેનાત કરાતી. આ મહિલાઓ શાહી પરિવાર માટે એકસમાન સાઈઝના ચોખા વીણીને મોકલતી હતી. બાળપણમાં જ કિમના પોષાક બ્રિટિશ કપડામાંથી બનાવવામાં આવતા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news