Pakistan Army Chief: આસીમ મુનીર બનશે પાકિસ્તાનના નવા સેના પ્રમુખ, બાજવાની જગ્યા લેશે
Pakistan Army New Chief: લેફ્ટેનન્ટ જનરલ આસીમ મુનીર પાકિસ્તાન સેનાના નવા ચીફ બનશે. હાલના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેઓ તેમની જગ્યા લેશે.લે.જનરલ મુનીરને ફ્રન્ટીયર ફોર્સ રેજિમેન્ટમાં કમીશન મળ્યું હતું અને જ્યારથી તેમણે જનરલ બાજવા હેઠળ એક બ્રિગેડિયર તરીકે ફોર્સની કમાન સંભાળી હતી ત્યારથી તેઓ નિવર્તમાન સીઓએએસના નીકટના સહયોગી રહ્યા છે. જનરલ બાજવા તે સમયે એક્સ કોરના કમાન્ડર હતા.
Trending Photos
Pakistan Army New Chief: લેફ્ટેનન્ટ જનરલ આસીમ મુનીર પાકિસ્તાન સેનાના નવા ચીફ બનશે. હાલના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેઓ તેમની જગ્યા લેશે. સૂચના અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે લેફ્ટેનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ અને લેફ્ટેનન્ટ જનરલ સૈયદ અસીમ મુનીરને સેના પ્રમુખ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાન આર્મી પદની રેસમાં મુનીરનું નામ સૌથી આગળ હતું. રસપ્રદ વાત એ હતી કે મુનીરનો લેફ્ટેનન્ટ જનરલ તરીકે ચાર વર્ષનો કાર્યકાળ જનરલ બાજવાના નિવૃત્ત થવાના બે દિવસ પહેલા 27 નવેમ્બરે સમાપ્ત થવાનો છે. પરંતુ સેના પ્રમુખ માટેનો નિર્ણય તેમની નિવૃત્તિ પહેલા થયો આથી હવે તેમની નિયુક્તિ થતા તેમને સેવામાં 3 વર્ષનો વિસ્તાર મળશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
લે.જનરલ મુનીરને ફ્રન્ટીયર ફોર્સ રેજિમેન્ટમાં કમીશન મળ્યું હતું અને જ્યારથી તેમણે જનરલ બાજવા હેઠળ એક બ્રિગેડિયર તરીકે ફોર્સની કમાન સંભાળી હતી ત્યારથી તેઓ નિવર્તમાન સીઓએએસના નીકટના સહયોગી રહ્યા છે. જનરલ બાજવા તે સમયે એક્સ કોરના કમાન્ડર હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે