Ukraine Russia war: યુદ્ધ વચ્ચે ક્રેમલિન બેલારૂસમાં વાતચીત માટે તૈયાર, યુક્રેને ઠુકરાવ્યો પ્રસ્તાવ
Russia- Ukraine War: યુક્રેનની રાજધાની કિવમાં ડરનો માહોલ છે. રશિયા સતત હવાઈ હુમલો કરી રહ્યું છે. આ વચ્ચે ક્રેમલિને યુક્રેન સાથે વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો છે.
Trending Photos
મોસ્કો/કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના કિવની નજીક પહોંચી ગઈ છે. રશિયા દ્વારા સતત હવાઈ હુમલો કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે લાખો લોકો યુક્રેન છોડી જતા રહ્યાં છે. અનેક દેશો રશિયાના આ હુમલાની નિંદા કરી રહ્યાં છે. આ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે. રશિયાની સમાચાર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ક્રેમલિને બેલારૂસમાં યુક્રેન સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે. આ વચ્ચે માહિતી મળી છે કે યુક્રેને બેલારૂપમાં વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.
રશિયા વાતચીત માટે થયું તૈયાર
સમાચાર એજન્સી પાસેથી મળેલી માહિતી પ્રમાણે ચાર દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ક્રેમલિન બેલારૂસમાં યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર થઈ ગયું છે. આ અંગે હજુ યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો બંને દેશો વાતચીત માટે તૈયાર થાય તો આ વિનાશકારી યુદ્ધનો જલદી અંત આવી શકે છે.
Ukrainian President Volodymyr Zelenskyy says ready for talks with Russia, but not in Belarus: AFP News Agency #RussiaUkraineConflict
— ANI (@ANI) February 27, 2022
યુક્રેને ના પાડી
યુક્રેને કહ્યું કે, તે બેલારૂસમાં વાતચીત માટે તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાને જવાબ આપ્યો છે. રશિયાએ વાતચીત માટે પ્રતિનિધિમંડળ પણ મોકલ્યું છે. તેણે યુક્રેન સામે વાતચીત પહેલાં સરેન્ડર કરવાની શરત રાખી હતી. પરંતુ યુક્રેન બેલારૂસની જગ્યાએ અન્ય સ્થળે વાતચીત કરવાનું કહી રહ્યું છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યુ કે યુક્રેન સાથે વાતચીત માટે રશિયાનું એક પ્રતિનિધિમંડળ બેલારૂસ પહોંચી ગયુ છે. તેમના પ્રમાણે રશિયન પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને રાષ્ટ્રપતિ પ્રશાસન સહિત અન્ય વિભાગના પ્રતિનિધિ સામેલ છે. યુક્રેનના પ્રતિનિધિમંડળ સાથે આ વાર્તા ગોમેલમાં થશે. સ્પૂતનિકની ખબર પ્રમાણે બેલારૂસી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મિન્સ્કે ગોમેલમાં રશિયા અને યુક્રેન વચ્ચે વાર્તા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે