થાઈલેન્ડના રાજાએ રાણીની હાજરીમાં જ પોતાની મિસ્ટ્રેસને આપ્યો રાજાશાહી દરજ્જો

થાઈલેન્ડના 66 વર્ષના રાજા વાઝિરાલોંગકોર્ને મે મહિનામાં પોતાની બોર્ડીગાર્ડ સુથિદા તિદજઈ સાથે લગ્ન કર્યા હતાં. આ તેમના ચોથા લગ્ન હતાં. પોતાના 67માં જન્મદિવસે તેમણે રાણી સુથિદાની હાજરીમાં 34 વર્ષની મિસ્ટ્રેસ સિનીનાતને પણ શાહી સ્થાન આપ્યું અને શાહી પરિવારના સભ્ય તરીકે સ્વીકાર કર્યો.

પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે થાઈલેન્ડના લોકોએ રાજાની એકથી વધુ રાણીઓનો સ્વીકાર કર્યો છે. થાઈલેન્ડના રાજાને રામા X તરીકે પણ ઓળખવામાં આવે છે. સિનીનાતને શાહી પરિવારમાં મહત્વનું સ્થાન આપતા વખતે બાજુમાં તેમના પત્ની સુથિદા પણ બેઠા હતાં. જો કે તેમના ચહેરા પર જરાય પરેશાનીના ભાવ જોવા મળ્યા નહતાં. 

થાઈ પરંપરા મુજબ તેમણે સિનિનાતને પાણી ચઢાવીને તેમના શાહી પરિવારનો ભાગ તરીકે સ્વીકાર કર્યો. સમારોહ દરમિયાન સિનીનાતે રાજાની સામે જમીન પર સૂઈને આ દરજ્જો સ્વીકાર્યો. આવો જ એક સમારોહ ત્રણ મહિના પહેલા થયો હતો જેમાં સુથિદાને રાણી બનાવવામાં આવ્યાં હતાં. 

જુઓ LIVE TV

1932 બાદ પહેલીવાર એવું બન્યું હતું કે જ્યારે કોઈ રાજાને એક કરતા વધુ સાથી છે. મિસ સિનીનાત પહેલા એક આર્મી હોસ્પિટલમાં નર્સ હતી. રાજાએ તેમને ચાર મેડલ પણ આપ્યાં હતાં. 

રાજાના આ નિર્ણય બાદ પણ તેમની ટીકા કરવાની હિંમત કોઈનામાં નથી કારણ કે થાઈલેન્ડના કાયદા મુજબ આ અંગે ખોટી ટિપ્પણી કરનારાને 15 વર્ષની સજા થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news