ભારતીય મૂળના કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી છે મશહૂર, તેમના વિશે 10 વાતો ખાસ જાણો

ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે. 

ભારતીય મૂળના કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી છે મશહૂર, તેમના વિશે 10 વાતો ખાસ જાણો

વોશિંગ્ટન: ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે. 'ફીમેલ ઓબામા'ના હુલામણા નામથી લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ  પહેલીવાર જ બન્યા હતા. તેમના વિશે જાણો 10 મહત્વની વાતો...

1. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનેલા જો  બાઈડેને ઓગસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસની પસંદગી કરી હતી. રાષ્ટ્રપતિ પદના પોતાના સપનાને હેરિસે ચૂંટણી પ્રચાર હેતુ નાણાકીય સંસાધનોના અભાવનો હવાલો આપીને ત્યાગ કર્યો હતો. 

2. એક સમયે પોતાના પૂર્વ હરિફ બાઈડેનના તેઓ કટ્ટર આલોચક હતા. 56 વર્ષના હેરિસ સેનેટના ત્રણ એશિયન અમેરિકન સભ્યોમાંથી એક છે. 

3. હેરિસે અનેક મિસાલ કાયમ કરી છે. તેઓ સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટોર્ની બનનારા પહેલા મહિલા, પહેલા ભારતીય મૂળના અને પહેલા આફ્રિકી અમેરિકી છે. 

4. ઓબામાના કાર્યકાળમાં તેઓ 'ફીમેલ ઓબામા'ના નામથી લોકપ્રિય હતા. 

5. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં 20 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા કમલાદેવી હેરિસના માતા શ્યામલા ગોપાલન 1960માં ભારતના તામિલનાડુથી યુસી બર્કેલે પહોંચ્યા હતા. જ્યારે તેમના પિતા ડોનાલ્ડ જે હેરિસ 1961માં બ્રિટિસ જમૈકાથી ઈકોનોમિક્સમાં સ્નાતકનો અભ્યાસ કરીને યુસી બર્કલે આવ્યા હતા. અહીં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત થઈ અને માનવ અધિકાર આંદોલનોમાં ભાગ લેવા સમયે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. 

6. હાઈ સ્કૂલ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનારા કમલા હેરિસ સાત વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતા એકબીજાથી અલગ થઈ ગયા. કમલા અને તેમની નાની બહેન માયા પોતાની માતા સાથે રહ્યા અને તેમના બંનેના જીવન પર માતાનો ઘણો પ્રભાવ રહ્યો. 

7. જો કે તે સમય અશ્વેત લોકો માટે સહજ નહતો. કમલા અને માયાના ઉછેર દરમિયાન માતાએ બંનેને પોતાના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા રાખ્યા અને તેમને પોતના સંયુક્ત વારસા પર ગર્વ કરવાનું શીખવાડ્યું. તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડાઈથી જોડાઈ રહ્યા. 

8. આ સંબંધમાં બાઈડેન-હેરિસની પ્રચાર વેબસાઈટમાં કમલાએ પોતાની આત્મકથા 'ધ ટ્રુથ્સ વી હોલ્ડ'માં લખ્યું છે કે તેમની માતાને ખબર હતી કે તેઓ બે અશ્વેત પુત્રીઓનું પાલન પોષણ કરી રહ્યા છે અને તેમને હંમેશા અશ્વેત તરીકે જ જોવામાં આવશે, પરંતુ તેમણે પોતાની પુત્રીઓને એવા સંસ્કાર આપ્યા કે કેન્સર રિસર્ચર અને માનવાધિકાર કાર્યકર શ્યામલા અને તેમની બંને પુત્રીઓને 'શ્યામલા એન્ડ ધ ગર્લ્સ' તરીકે ઓળખવા લાગ્યા. 

9. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ બાદ હેરિસે કેલિફોર્નિયા યુનિવર્સિટીથી કાયદાનો અભ્યાસ કર્યો. 2003માં તેઓ સાન ફ્રાન્સિસ્કોના ટોચના અભિયોજક બન્યા. 2010માં તેઓ કેલિફોર્નિયાના અટોર્ની બનનારા પહેલા મહિલા અને પહેલા અશ્વેત વ્યક્તિ હતા. 2017માં હેરિસ કેલિફોર્નિયાથી જૂનિયર અમેરિકી સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 

10. કમલાએ 2014માં જ્યારે પોતાના સાથી વકીલ ડગલાસ એમ્પહોફ સાથે લગ્ન કર્યા તો તેઓ ભારતીય, આફ્રિકી અને અમેરિકી પરંપરા સાથે સાથે યહૂદી પરંપરા જોડે પણ જોડાઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news