Corona New Strain: કોરોનાના નવા સ્ટ્રેનથી ભયભીત આ દેશે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ

સરકારે 28 ડિસેમ્બરથી બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

Corona New Strain: કોરોનાના નવા સ્ટ્રેનથી ભયભીત આ દેશે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: જાપાને બહારથી આવનારા વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. જાપાન સરકારે 28 ડિસેમ્બરથી બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. પીએમ યોશિદે સુગાએ દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે દેશમાં ફક્ત જાપાની નાગરિકોને જ પ્રવેશ મળશે. બીજા દેશના નાગરિકોને પાછા મોકલી દેવાશે. 

28 ડિસેમ્બરથી પ્રતિબંધ
જાપાન સરકારે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર 28 ડિસેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી પ્રતિબંધ મૂક્યો છે. શનિવારે જાપાનના સ્થાનિક મીડિયાએ આ અંગે જાણકારી આપી. દેશમાં 26 ડિસેમ્બરે 8 વાગ્યા સુધીમાં 3877 નવા કેસ આવ્યા હતા. જો કે ત્યારબાદ બીજા કેસ પણ આવ્યા અને જાપાનમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 213,547 પર પહોંચી ગઈ છે. ટોકિયોમાં શનિવારે નવા  949 કેસની પુષ્ટિ થઈ છે. ત્યારબાદથી અધિકારીઓએ લોકોને ઘરોમાં રહેવાનો આગ્રહ કર્યો છે. 

અત્રે જણાવવાનું કે યુકેમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન બીજા દેશોમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ જાપાનમાં બે આવા કેસ  સામે આવ્યા છે. જે નવા કોરોના સ્ટ્રેનથી સંક્રમિત હતા. અત્યાર સુધી દેશમાં કુલ સાત કેસ આવ્યા હોવાની સૂચના છે. 

આ દેશોમાં ફેલાયો New strain of coronavirus
અત્રે જણાવવાનું કે કોરોનાનો આ નવો પ્રકાર બ્રિટન ઉપરાંત દક્ષિણ આફ્રીકા, સિંગાપુર, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, લેબનાન, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, અને નેધરલેન્ડમાં ફેલાઈ ચૂક્યો છે. જાપાનમાં તેની શરૂઆત થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news