લોનનાં ખતરા અંગે વડાપ્રધાને ઉઠાવેલા અવાજનાં અમેરિકાએ કર્યા વખાણ

વડાપ્રધાને આડકતરી રીતે ચીન પર પ્રહાર કરતા કહ્યુંકે તે નાના દેશોને લોન આપીને નાના દેશોને આડકતરી રીતે ગુલામ બનાવે છે

લોનનાં ખતરા અંગે વડાપ્રધાને ઉઠાવેલા અવાજનાં અમેરિકાએ કર્યા વખાણ

વોશિંગ્ટન : અમેરિકાએ વડાપ્રધાન મોદી દ્વારા નાના દેશને દેવાનાં બોઝ તળે દબાવવા મુદ્દે વ્યક્ત કરેલી આશંકાને ગંભીરતા પુર્વક લીધો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી જેમ્સ મૈટિસે ભારે ભરખમ જમીન મુદ્દે ચેતવણી આપવા માટે વડાપ્રધાન મોદીનાં વખાણ કર્યા છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાને તે સરકારોની તીખી આલોચના કરી હતી જે બીજા દેશોને દેવાના ભારે બોઝથી લાદે છે. તેનો સીધો અર્થ ચીનની તરફ હતો. જેનું વલણ વિવાદિત દક્ષીણ ચીન સાગરમાં યોગ્ય નથી અને તે પોતાનાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશયેટિવ દ્વારા બીજા દેશોને મોટા પ્રમાણમાં લોનની વહેંચણી કરી રહ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીને ભારતનાં પાડોશી દેશો જેવા શ્રીલંકા અને પાકિસ્તાનને ઘણી લોન આપી છે, જેમાં તેઓ ચીનનાં બોઝા હેઠળ દબાઇ ગયા છે. એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેવામાં ડુબેલા આ દેશો પાસેથી ચીન બીજા રણનીતિક લાભ ઉઠાવી શકે છે. એવામાં અમેરિકન સંરક્ષણમંત્રીએ શાંગરી લા ડાયલોગમાં મોદીનાં ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચી રીતે તેમણે એવી લોનને સ્વીકાર કરવાનાં ખતરા સાથે જોડાયેલ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો, જેને અવિશ્વસનીય રીતે સારૂ દેવુ કહી શકાય તેમ છે. 

મૈટિસે વડાપ્રધાન મોદી પાસેથી શાંગરી લા ડાયલોગ ઉપરાંત સિંગાપુરમાં શનિવારે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ વાર્ષિક કોન્ફરન્સને સંબોધિત કરી હતી. શાંગરી લા ડાયલોગથી સ્વદેશ પરત સમયે મૈટિસે પત્રકારોને કહ્યું કે, તેમણે(મોદી) સાચે લોન સ્વીકાર કરવાનો એક સારો મુદ્દો ઉઠાવ્યો, જેના દ્વારા અન્ય એજન્ડાને પુરો કરવા માટેનો પ્રયાસ હોઇ શકે છે. 

મૈટિસે કહ્યું કે, મને યાદ છે મોદીની સ્પીચ. એટલું જ નહી વૃદ્ધ વ્યક્તિને સાંભળવા જેવા હતા. મને લાગે છે કે તેમનું ઘણુ સારૂ સંબોધન હતું. હું ઘરે પણ તેમના વિશે વિચારતો રહ્યો. મે વાસ્તવમાં ભારે દેવા મુદ્દે તેમનાં પોઇન્ટને ઘણુ પસંદ કરવામાં આવ્યું. અમેરિકી સંરક્ષણ મંત્રીએ આગળ કહ્યું કે, મોટી રકમના મુદ્દે હું તે રાત્રે પોતાનાં રૂમમાં વિચારી રહ્યો હતો. દેવું વધવાનાં કારણે કઇ રીતે પોતાની સંપ્રભુતા અને પોતાની આઝાદીને ગુમાવી બેસે છે. હથિયાર વગર જ દેશ પોતાની સંપ્રભુતા ગુમાવી બેસે છે.
ઉલ્લેખનીય છે કે, કર્ટ કૂટનીતિનાં ચીની મોડલના મુદ્દે સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં મોદીએ કહ્યું કે, તેમને દેશોને અસંભવ દેવાનાં બોઝ તળે દબાવવાનાં બદલે સશક્ત બનાવવી જોઇએ. તેમણે રણનીતિક પ્રતિસ્પર્ધા વધારવાનાં બદલે વ્યાપારને વધારવો જોઇએ. આ સિદ્ધાંતો પર આપણે એક બીજાની સાથે મળીને કામ કરવા માટેની તૈયારી હોવી જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news