ઇઝરાયલમાં ન ચાલ્યું ગઠબંધન, નફ્તાલી બેનેટની સરકારની થશે વિદાય, 3.5 વર્ષમાં પાંચમી વાર ચૂંટણીની શક્યતા

ઇઝરાયલમાં વર્તમાન પીએમ બેનેટ અને વિદેશ મંત્રી યાયિય લાપિદે સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. બંનેએ પોતાની પાર્ટીઓ વચ્ચે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. 

ઇઝરાયલમાં ન ચાલ્યું ગઠબંધન, નફ્તાલી બેનેટની સરકારની થશે વિદાય, 3.5 વર્ષમાં પાંચમી વાર ચૂંટણીની શક્યતા

યરૂશલમઃ ઇઝરાયલમાં ફરી રાજકીટ સંકટ ઉભુ થઈ ગયું છે. બેન્જામિન નેતન્યાહૂને પ્રધાનમંત્રીની ખુરશી પરથી હટાવી ગઠબંધન સરકાર ચલાવી રહેલા નફ્તાલી બેનેટની સરકારની વિદાય નક્કી થઈ ગઈ છે. 3.5 વર્ષની અંદર ઇઝરાયલમાં પાંચમી વખત ચૂંટણી થવાની સંભાવના છે. ત્યાં સુધી કેટલાક દિવસના વિદેશ મંત્રી યાયિર લાપિદ પ્રધાનમંત્રીની ખુરશી સંભાળશે. 

સોમવારે ઇઝરાયલના વર્તમાન પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ અને વિદેશ મંત્રી યાયિર લાપિદે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે. બંનેએ પોતાની પાર્ટીઓ વચ્ચે ગઠબંધન તોડવાની વાત કહી છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેનેટ અને લાપિદ નેસેટ (ઇઝરાયલી સંસદ) ભંગ કરવા માટે એક બિલ લઈને આવશે. ત્યારબાદ ઓક્ટોબરમાં ચૂંટણી થઈ શકે છે. 

— ANI (@ANI) June 20, 2022

ગઠબંધન દરમિયાન થયેલી સમજુતી પ્રમાણે ચૂંટણી બાદ નવી સરકાર આવવા સુધી લાપિદ કાર્યવાહક પ્રધાનમંત્રી બન્યા રહેશે. મહત્વનું છે કે આગામી મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઇઝરાયલની યાત્રા પર આવવાના છે. તેવામાં હવે બાઇડેનનું અભિવાદન બેનેટ નહીં પરંતુ લાપિદ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news