Afghanistan: જ્યાંથી ખુબ આશા હતી તે દેશે જ તાલિબાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાન હવે આગામી સરકાર બનાવવાની તૈયારીમાં લાગ્યું છે. આવતા સપ્તાહે તાલિબાન પોતાની સરકાર બનાવી લેશે તેવી આશા સેવાઈ રહી છે. તમામ વચનો આપવા છતાં દુનિયાભરના મોટાભાગના દેશો સંપૂર્ણ રીતે તાલિબાન પર ભરોસો વ્યક્ત કરી શકતા નથી. 

Afghanistan: જ્યાંથી ખુબ આશા હતી તે દેશે જ તાલિબાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજા બાદ તાલિબાન (Taliban) હવે આગામી સરકાર બનાવવાની તૈયારીમાં લાગ્યું છે. આવતા સપ્તાહે તાલિબાન પોતાની સરકાર બનાવી લેશે તેવી આશા સેવાઈ રહી છે. તમામ વચનો આપવા છતાં દુનિયાભરના મોટાભાગના દેશો સંપૂર્ણ રીતે તાલિબાન પર ભરોસો વ્યક્ત કરી શકતા નથી. 

આ બધા વચ્ચે ઈરાન (Iran) ના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાનના ભવિષ્યને નિર્ધારિત કરવા માટે ત્યાં ચૂંટણી કરાવવાનું આહ્વાન કર્યું છે. આ સાથે જ આશા વ્યક્ત કરી છે કે પશ્ચિમી દેશોના સૈનિકોની વાપસી બાદ ત્યાં શાંતિ પાછી ફરશે. સ્ટેટ ટીવી પર બોલતા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોએ પોતાની સરકાર નિર્ધારિત કરવા માટે જેટલું જલદી બની શકે તેટલું જલદી મતદાન કરવું જોઈએ. તેમણે કહ્યું કે 'ત્યાં એક એવી સરકાર બનવી જોઈએ જે મતો અને લોકોની ઈચ્છાથી ચૂંટાય.'

ઈરાને હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિની આશા સેવી
તેમણે વધુમાં કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિકે હંમેશાથી અફઘાનિસ્તાનમાં શાંતિની આશા સેવી છે. 'રક્તપાત સમાપ્ત કરવા અને લોકોની ઈચ્છાની સંપ્રભુતાની માગણી કરી છે. અમે અફઘાનિસ્તાનના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારનું સમર્થન કરીએ છીએ.'

નોંધનીય છે કે અફઘાનસિ્તાનના કુલ 34 પ્રાંતમાંથી 33 પ્રાંત પર તાલિબાનનો કબજો છે. જ્યારે એકમાત્ર પંજશીર અહેમદ મસૂદ અને પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના કબજામાં છે. શરૂઆતના સમયમાં વાતચીત થયા બાદ છેલ્લા કેટલાક દિવસથી પંજશીરમાં ભીષણ ઘર્ષણ ચાલુ છે. તાલિબાન અને રેઝિસ્ટન્સ ફોર્સ બંનેના ફાઈટર્સના મોત થયા છે. મસૂદ અને સાલેહ કોઈ પણ કિંમતે પીછેહટ કરવા તૈયાર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news