ગીતો ગાઈને ગણિત શીખવાડતા મેડમને મળ્યો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

તાજેતરમાં ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો (Teachers day) નાં આવી છે. તેમાં રાજકોટના બે મહિલા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષકો માટેના દિલ્હીથી જાહેર થયેલા ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં ગુજરાત રાજ્યના બે શિક્ષકોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મ્યુ. કોર્પો.ની સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલનાં આચાર્ય સોનલબેન ફળદુ, ઉપલેટાની પ્રાથમિક શાળાના શિક્ષકા રંજનબેન નિમાવતની જ્યારે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે રાજકોટ મ્યુ. કોર્પો. સંચાલિત પ્રાથમિક શાળાના 93ના આચાર્ય વનીતાબેન રાઠોડની પસંદગી કરાઈ છે. રાજકોટના શિક્ષિકા રંજનબેન નિમાવતની બેસ્ટ શિક્ષક (best teacher) ની પસંદગી થવા પાછળ તેમની બાળકોને ભણાવવાની અદભૂત સ્ટાઈલ છે. 
ગીતો ગાઈને ગણિત શીખવાડતા મેડમને મળ્યો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

ઝી મીડિયા/બ્યૂરો :તાજેતરમાં ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો (Teachers day) નાં આવી છે. તેમાં રાજકોટના બે મહિલા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષકો માટેના દિલ્હીથી જાહેર થયેલા ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં ગુજરાત રાજ્યના બે શિક્ષકોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મ્યુ. કોર્પો.ની સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલનાં આચાર્ય સોનલબેન ફળદુ, ઉપલેટાની પ્રાથમિક શાળાના શિક્ષકા રંજનબેન નિમાવતની જ્યારે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે રાજકોટ મ્યુ. કોર્પો. સંચાલિત પ્રાથમિક શાળાના 93ના આચાર્ય વનીતાબેન રાઠોડની પસંદગી કરાઈ છે. રાજકોટના શિક્ષિકા રંજનબેન નિમાવતની બેસ્ટ શિક્ષક (best teacher) ની પસંદગી થવા પાછળ તેમની બાળકોને ભણાવવાની અદભૂત સ્ટાઈલ છે. 

કેટલાક શિક્ષકો (Happy Teachers Day 2021) ગીતો દ્વારા બાળકોને હસાવે છે, તેમનુ મનોરંજન કરે છે. પંરતુ રંજનબેન નિમાવત (Ranjanben Nimavat) ગણિત જેવા જટિલ વિષયને ગીતોના માધ્યમથી શીખવાડે છે. તેમની આ ઉપલબ્ધિને કારણે જ તેમને રાજ્ય સરકાર તરફથી વર્ષ 2021 ના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. 

રંજનબેન નિમાવત રાજકોટના ઉપલેટાના વડાલી પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા છે. તેમણે ગુજરાતી વિષયના અક્ષરોની ઓળખ કરવા માટે રમકડા તેમજ ગેમ અને ગીતોનો સહારો લીધો છે. આ ઈનોવેશનને કારણે રંજનબેન સમગ્ર ગુજરાતમાં પોપ્યુલર છે. તેમને વર્ષ 2018 માં તાલુકા સ્તરે અને 2019 ના વર્ષમાં જિલ્લા સ્તર પર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. 

રંજનબેને બાળકોને શીખવાડવા માટે અલગ અલગ ઈનોવેશન કર્યાં છે. જેનું સારુ પરિણામ ળ્યું છે. ગણિત શીખવાડવા માટે ગીત ગાતા, રમતા રમતા તેઓ શીખવાડે છે. ગીત ગાતા ગાતા બાળકોને 1 થી 100 સુધીની ગણતરી શીખવાડવામાં આવે છે. આ જ રીતે ગુજરાતી ભાષાના મૂળાક્ષર, વ્યંજન શીખવાડવા માટે તેમણે ઈનોવેશન કર્યું છે. તેમાં ગીત, રમત, રમકડાનો સહારો લે છે. આ રમતમાં એક્શન પણ આવે છે, જેને બાળકો શોખથી શીખે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news