Paralympics માં નોઈડાના કલેક્ટર Suhas L Yathiraj એ Badminton માં ભારતને અપાવ્યો Silver
Tokyo Paralympics માં ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લાના કલેક્ટર (DM) એ ઈતિહાસ રચી દીધો છે. નોઈડામાં ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા Suhas L Yathiraj એ Badminton માં ભારતને Silver Medal અપાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Tokyo Paralympics માં ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લાના કલેક્ટર (DM) એ ઈતિહાસ રચી દીધો છે. નોઈડામાં ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા Suhas L Yathiraj એ Badminton માં ભારતને Silver Medal અપાવ્યો છે. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં રહેતા નોઈડાના DM સુહાસ L.Y. (સુહાસ LY) રવિવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનની રમતમાં શાનદાર પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
What. A. Match 🤯#FRA's Lucas Mazur and #IND's Suhas Yathiraj served up a true classic in the #ParaBadminton Men's Singles SL4 Final. 🔥 #Gold #Silver #Tokyo2020 #Paralympics pic.twitter.com/jUjC8QqboA
— #Tokyo2020 for India (@Tokyo2020hi) September 5, 2021
સુહાસે ઈતિહાસ રચ્યો:
બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4 ની ફાઇનલ મેચમાં સુહાસ એલ યથિરાજે પ્રથમ ગેમ 21-15થી જીતી હતી, પરંતુ બીજી ગેમમાં ફ્રાન્સના લુકાસ મઝુરે 21-17થી જીત મેળવી હતી, પછી ત્રીજી અને છેલ્લી ગેમમાં યથિરાજ 15-21થી હારી ગયા હતા. જેમાં તે ગોલ્ડ મેડલ જીતવાનું ચૂકી ગયો.
A fantastic confluence of service and sports! @dmgbnagar Suhas Yathiraj has captured the imagination of our entire nation thanks to his exceptional sporting performance. Congratulations to him on winning the Silver medal in Badminton. Best wishes to him for his future endeavours. pic.twitter.com/bFM9707VhZ
— Narendra Modi (@narendramodi) September 5, 2021
સુહાસ એલ.વાય.એ બેડમિન્ટનની રમતમાં શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. તેમણે મેળવેલી આ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને તેમને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ નોઈડાના કલેક્ટર સુહાસ એલ. યથીરાજ સાથેની પોતાની તસવીર ટ્વીટર પર શેયર કરીને અભિનંદન પાઠવ્યાં છે.
The Moment 💜Our #SILVER medalist Suhas Yathiraj pic.twitter.com/EnQxtmXvDp
— Doordarshan Sports (@ddsportschannel) September 5, 2021
નોઈડાના કલેક્ટરની જીતની ઉજવણી:
ટોક્યો પેરાલિમ્પિક્સમાં સુહાસ એલ યથિરાજની સફળતાને લઈને ભારતમાં ખુશીનું વાતાવરણ છે.તેની સાથે જ ખાસ કરીને તેમના જિલ્લા ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) માં લોકો ઉજવણીમાં ડૂબી ગયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ, DM સુહાસ LY એ પોતાના નામે ઘણા મેડલ જીત્યા છે. બેઇજિંગમાં 2016 એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વ્યાવસાયિક આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનાર તેઓ પ્રથમ ભારતીય અમલદાર બન્યા. તે સમયે તેઓ આઝમગgarhના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કામ કરતા હતા. તેણે આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત અને સમગ્ર વિશ્વમાં તેનું નામ રોશન કર્યું.
પેરાલિમ્પિક્સમાં ભારતના 18 મેડલ:
4 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે કુલ 18 મેડલ હવે ભારતના ખાતામાં આવી ગયા છે, જે આ રમતના ઇતિહાસમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ટોક્યો પેરાલિમ્પિક્સની મેડલ ટેલીમાં ભારત 26 મા નંબરે પહોંચી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે