Russia-Ukraine War: રશિયા સામેની લડાઈમાં બ્રિટને યૂક્રેનને કહ્યું અકળાતા નહીં અમે બેઠાં છીએ, અમે તમને હથિયાર આપીશું!

  • બ્રિટન મોકલશે યુક્રેનને હથિયારની સહાય

  • રશિયા પર લગાવ્યા નવા પ્રતિબંધ

    સ્થિતિ વધુ વણસી તો થઈ શકે છે ત્રીજું વિશ્વ યુદ્ધ

    ન્યુઝીલેન્ડે એક જ દિવસમાં પસાર કર્યું બિલ

Trending Photos

Russia-Ukraine War: રશિયા સામેની લડાઈમાં બ્રિટને યૂક્રેનને કહ્યું અકળાતા નહીં અમે બેઠાં છીએ, અમે તમને હથિયાર આપીશું!

નવી દિલ્લીઃ હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. યૂક્રેને પહેલાં નાટોમાં સામેલ થવાની વાત કરી હતી. જેને પગલે રશિયાએ તેના પર હુમલો કરી દીધો. આજે સ્થિતિ એ હદે વણસી છેકે, જો આ બન્ને દેશો વચ્ચેની સ્થિતિ નહીં સુધરે તો ત્રીજું વિશ્વ યુદ્ધ પણ થઈ શકે છે. રશિયા પર પ્રતિબંધો લાદીને તેની સામે લડવા માટે બ્રિટને યૂક્રેનને હથિયારો મોકલી આપવાની ખાત્રી આપી છે. બ્રિટનના વડાપ્રધાનને દાવો કર્યો છે કે બ્રિટન યુક્રેન પરના આક્રમણ માટે પુતિનને સજા કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે. બ્રિટને ઘણી રશિયન બેંકો અને વ્યવસાયો પર પ્રતિબંધો લાદ્યા છે.

રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવા માટે ન્યુઝીલેન્ડની સંસદમાં સર્વસંમતિથી એક બિલ પસાર કરવામાં આવ્યું છે. રશિયા પર પહેલાથી જ પ્રતિબંધો લગાવી ચૂકેલા ઘણા દેશોથી વિપરીત, ન્યુઝીલેન્ડે અગાઉ આવા પગલાં લીધાં ન હતા અને કહ્યું કે આવા પગલાં સંયુક્ત રાષ્ટ્રના વ્યાપક પ્રયાસનો ભાગ હોવા જોઈએ. આ નવો કાયદો એક જ દિવસમાં લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો ન્યુઝીલેન્ડને રશિયન સંપત્તિ જપ્ત કરવાની અને જહાજો અથવા વિમાનોને ન્યુઝીલેન્ડમાં પ્રવેશતા અટકાવવાની મંજૂરી આપશે. ન્યુઝીલેન્ડે કહ્યું છે કે તે તેના દેશને રશિયા માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનવા દેશે નહીં.

યુક્રેન રશિયન હુમલાઓનો સામનો કરી શકે તે માટે બ્રિટનને વધુ શસ્ત્રો, ખાસ કરીને ટેન્ક વિરોધી મિસાઇલો મોકલશે. સંરક્ષણ પ્રધાન બેન વોલેસે બ્રિટિશ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે બ્રિટને 2,000 લાઇટ ટેન્ક મિસાઇલો મોકલી છે. હવે વધારાની 1,615 વધુ મિસાઇલો યુક્રેનને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે લાંબા અંતરની જેવલિન મિસાઈલ અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનુ એક નાનુ કન્સાઈન્મેન્ટ પણ હથિયારોના નવા સપ્લાયમાં સામેલ છે. રક્ષા મંત્રીએ સંસદસભ્યોને કહ્યું, અમે 3,615 એલએલએડબલ્યુ ટેન્ક વિરોધી મિસાઇલો મોકલીશું. અમે ખૂબ જ ટૂંક સમયમાં એન્ટી-ટેન્ક જેવલિન મિસાઇલોની નાની બેચની સપ્લાય પણ શરૂ કરીશું.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન વારંવાર દાવો કરી ચૂક્યા છે કે બ્રિટન યુક્રેન પર આક્રમણ માટે પુતિનને સજા આપવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે. બ્રિટને ઘણી રશિયન બેંકો અને વ્યવસાયો પર પ્રતિબંધો લાદ્યા છે. યુકે સરકારનું કહેવું છે કે તેણે 250 બિલિયન પાઉન્ડ કરતાં વધુની રશિયન આર્થિક પ્રવૃત્તિ પર અંકુશ મૂક્યો છે. જોન્સન થોડા દિવસો પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને નેધરલેન્ડના નેતા માર્ક રૂટને મળ્યા હતા અને યુક્રેન પરના આક્રમણ અંગે પશ્ચિમના પ્રતિભાવને વધુ કડક બનાવવાની ચર્ચા કરી હતી. ઉપરાંત બ્રિટનના સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે, યુક્રેનની વિનંતીના જવાબમાં, સરકારે સ્ટારસ્ટ્રાઈક એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ દાન કરવાની શક્યતા શોધવાનું નક્કી કર્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news