આ દેશે શરૂ કરી Second Home Visa ની સર્વિસ, નોકરી અને રોકાણ કરવાની મળશે છૂટ

Second Home Visa: બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર દેશે તે લોકો માટે પાંચ અને 10 વર્ષની 'સેકન્ડ હોમ વીઝા'ની સુવિધા લોન્ચ કરી છે, જેના ખાતામાં ઓછામાં ઓછા 2 અરબ રૂપિયા (130,000 ડોલર) છે. ભારતીય કરન્સીની વાત કરીએ તો આ રકમ લગભગ 1 કરોડ રૂપિયા થાય છે.

આ દેશે શરૂ કરી Second Home Visa ની સર્વિસ, નોકરી અને રોકાણ કરવાની મળશે છૂટ

Indonesia Second Home Visa: બાલી (Bali) હંમેશાથી જ દુનિયાભરના પ્રર્યટકો (Tourists) નું સૌથી મનપસંદ ડેસ્ટિનેશનમાંથી એક રહ્યું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ટૂરિસ્ટ ઇંડોનેશિયા (Indonesia) ના બાલીનું વલણ કરે છે. બાલી દુનિયામાં કુદરતી સૌદર્ય માટે જાણિતું છેજ્યાં દરેક જણ જવા માંગે છે. હવે ઇંડોનેશિયા સરકારે પર્યટકોને આકર્ષવા માટે એક નવી સુવિધાની શરૂઆત કરી છે.  

આ સુવિધાનું નામ છે સેકન્ડ હોમ વીઝા (Second Home Visa). આ સેકન્ડ હોમ વીઝા સુવિધા અંતગર્ત પર્યટકોને 10 વર્ષ સુધી બાલીમાં રહેવાની તક મળશે. એટલું જ નહી વિદેશી નાગરિક ના ફક્ત 10 વર્ષ સુધી બાલીમાં રહી શકે છે, પરંતુ તે અહીંયા કામ પણ કરી શકે છે. 

વિદેશી ટૂરિસ્ટોને આકર્ષવાનો હેતુ
બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર દેશે તે લોકો માટે પાંચ અને 10 વર્ષની 'સેકન્ડ હોમ વીઝા'ની સુવિધા લોન્ચ કરી છે, જેના ખાતામાં ઓછામાં ઓછા 2 અરબ રૂપિયા (130,000 ડોલર) છે. ભારતીય કરન્સીની વાત કરીએ તો આ રકમ લગભગ 1 કરોડ રૂપિયા થાય છે. ઇંડોનેશિયાએ તે દેશોની યાદી જાહેર કરી છે જે સેકન્ડ વીઝા માટે એપ્લાય કરી શકે છે. આ વીઝા માટે પ્રોફેશનલ, નિવૃત અને અમીર લોકો એપ્લાય કરી શકે છે.  

બાલીમાં આ સ્કીમ ત્યારે લાગૂ કરવામાં આવી જ્યારે નવેમ્બરમાં જી-20 દેશોનું સંમેલન થવાનું છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર બાલી અને અન્ય વિભિન્ન સ્થળો પર આવવા માટે વિદેશી પર્યટકોને આકર્ષિત કરવાનો ટાર્ગેટ છે. તેમણે કહ્યું કે આ કેટલાક વિદેશીઓ માટે ઇંડોનેશિયાઇ અર્થવ્યવસ્થામાં સકારાત્મક યોગદાન કરવા માટે એક બિન-રાજકીય પ્રોત્સાહન છે. 

સેકન્ડ હોમ વીઝા માટે શરતો
ઇંડોનેશિયા સરકારની સેકન્ડ હોમ વીઝા સ્કીમ હેઠળ વિદેશી નાગરિક બાલીમાં 5 વર્ષથી 10 વર્ષ સુધી રોકાઇ શકશે. આ દરમિયાન વિદેશી નાગરિકોને બાલીમાં નોકરી અને રોકાણ કરવાની પણ છૂટ હશે. તેના માટે ઇચ્છુક પર્યટક ઓનલાઇન એપ્લિકેશન દ્રારા અરજી કરી શકે છે. જોકે સરકાર તરફથી સેકન્ડ હોમ વીઝાની સુવિધા માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. નિયમ અનુસાર તેના માટે ઓછામાં ઓછા 36 મહિનાના નેશનલ પાસપોર્ટ હોવો જરૂરી છે. 

તો બીજી તરફ બાલીમાં રહેવા માટે વિદેશી પર્યટકોને પોતાના ફંડનું સંપૂર્ણ વિવરણ પણ આપવું પડશે. તેના માટે તેમનું ઇંડોનેશિયામાં પોતાનું કોઇ એકાઉન્ટ પણ હોવું જોઇએ. વિદેશી નાગરિકનું એકાઉન્ટ ન હોવાની સુરતમાં તેના ગેરેન્ટરનું એકાઉન્ટ હોવું જોઇએ. તે એકાઉન્ટમાં ઓછામાં ઓછા 2 અરબ રૂપિયા (ઇન્ડીયન કરન્સી) હોવી જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news